Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ચાઇબાસા કેસમાં લાલુ પ્રસાદને જામીન મળ્યા

જો કે હજુ પણ રહેવું પડશે જેલમાં : દુમકા ટ્રેઝરી કેસની સુનાવણી બાકી

પટણા તા. ૯ : બિહાર ચૂંટણી વચ્ચે રાષ્ટ્રિય જનતા દળ (RJD) માટે એક સારા સમાચાર આવ્યાં છે. ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને ચાઇબાસા ટ્રેજરી કેસમાં જામીન મળી ગયા છે. જો કે લાલૂ પ્રસાદ યાદવ હજી જેલથી બહાર નીકળી શકશે નહીં. કેમ દુમકા ટ્રેજરી કેસની સુનાવણી હજી બાકી છે. ઉલ્લેખનીય છે કે લાલૂ પ્રસાદ યાદવે ચાઇબાસા ટ્રેજરી કેસમાં પોતાની અડધી સજા કાપી લીધી છે.

ઉલ્લેખનીય છે કે ચાઇબાસા ટ્રેજરી કેસમાં લાલૂ યાદવે અડધી સજા પૂરી કરી લેવાનો સંદર્ભ આપતા જામીન માટે અરજી કરી હતી. ગત સૂનાવણીમાં CBIએ કહ્યું હતું કે હજી અડધી સજા પૂરી થવામાં ૨૬ દિવસ બાકી છે. ત્યાર બાદ મામલાની સૂનાવણી ૯ ઓકટોબર સુધી ટાળી દેવામાં આવી હતી. આજે લાલૂ યાદવે ચાઇબાસા કેસમાં જામીન મળી ગઇ છે.

જો કે, ચાઇબાસા મામલામાં જામીન મળ્યા પછી પણ લાલૂ યાદવને જેલમાં જ રહેવું પડશે, કારણ કે ચારા કૌભાંડના દુમકા કેસમાં સજા દોષિત છે અને આ મામલામાં લાલૂ પ્રસાદ યાદવને જામીન મળવાના બાકી છે. નવેમ્બરમાં દુમકા કેસમાં પણ લાલૂ યાદની સજા અડધી પુરી થવા જઇ રહી છે. લાલૂ યાદવના વકીલ આશા કરી રહ્યાં છે કે નવેમ્બર પછી તેઓ જેલમાંથી બહાર આવી શકે છે.

(3:35 pm IST)