Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કરોડો ગ્રાહકોને રીઝર્વ બેંકની ભેટ

ડિસેમ્બરથી ૨૪ કલાક મળશે RTGS સેવા

મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે બેંક ખુલવા કે બંધ થવાની રાહ જોવી નહિ પડે : હવે ૨૪ કલાક - સાતેય દિવસ મળશે સુવિધા

નવી દિલ્હી તા. ૯ : આરબીઆઇ ગ્રાહકોને યોગ્ય સુવિધાઓ પ્રદાન કરવા માટે રોજબરોજ કોઇ નવી સુવિધાનું એલાન કરે છે. હવે આરબીઆઇએ કરોડો ગ્રાહકો માટે એક મોટું એલાન કર્યું છે. આરબીઆઇએ આરટીજીએસ સિસ્ટમને નવેમ્બર ૨૦૨૦થી ૨૪ કલાક ૭ દિવસ સુધી ચાલુ રાખવાનું એલાન કર્યું છે. એટલે કે ડિસેમ્બરથી મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે બેંકના ખુલવા અને બંધ થવાની રાહ જોવી પડશે નહિ.

મૌદ્રિક નીતિ સમિતિના નિર્ણયોની ઘોષણા કરીને ગર્વનર શકિતકાંત દાસે ગ્રાહકોને આ ભેટ આપી છે. હાલમાં, ગ્રાહકો માટે આરટીજીએસ સિસ્ટમની ટાઇમિંગ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી છે. બીજા અને ચોથા શનિવારે, જ્યારે બેંકની રજા હોય છે ત્યારે આ સુવિધા બંધ રહે છે. તેની સાથે જ રવિવારે પણ આ સર્વિસ બંધ રહેશે.

આરબીઆઇ દેશભરમાં ડિજીટલ બેંકીંગને પ્રોત્સાહન આપવા માટે આ પગલુ ભર્યું છે. કોરોનાકાળમાં ડિજીટલ બેંકીંગનો ઉપયોગ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે આરટીજીએસ હેઠળ ન્યુનત્તમ ટ્રાન્સફર અમાઉન્ટ બે લાખ રૂપિયા છે તેમજ અધિકતમ રકમની કોઇ મર્યાદા નથી.

આરટીજીએસનો અર્થ છે. રિયલ ટાઇમ ગ્રીસ સેટલમેન્ટ સિસ્ટમ 'રિયલ ટાઇમ'નો અર્થ છે તુરંત જ્યારે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે તો થોડાક સમયમાં જ તે ખાતામાં પહોંચી જાય. આરટીજીએસ દ્વારા જ્યારે લેણદેણ કરીએ છીએ. તો બીજા ખાતામાં તરત પૈસા ટ્રાન્સફર થઇ જાય છે.

(3:14 pm IST)