Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કોરોનાનો હૃદય ઉપર પ્રાણઘાતક વાર : હાર્ટફેલથી દર્દીનું મોત થાય છે

બે મહિના બાદ પણ શ્વાસમાં તકલીફ, છાતીમાં બળતરા અને ધબકારા વધી જવાના મામલાઓ સામે આવ્યા : મૃત્યુ પામનારમાં મોટા ભાગના દર્દીને કોરોના પહેલા હૃદય સંબંધી કોઇ બિમારી ન હતી

બેંગલુરૂ : કોરોના વાયરસથી સાજા થયેલ દર્દીઓનો જંગ મહિનાઓ બાદ પણ ચાલી રહ્યો છે. શરીરના અન્ય અંગો સહિત ફેફસા અને ખાસ કરીને હૃદય ઉપર વાયરસના ગંભીર પરિણામ સામે આવ્યા છે. એક શોધ મુજબ ઠીક થયા બાદ પણ ઘણા સમય સુધી હૃદયમાં બળતરા, માંસપેશીઓમાં દુઃખાવો શ્વાસ લેવામાં તકલીફ, ધબકારા વધારે, છાતીમાં દુઃખાવા અને હાર્ટ એટેક વાળા દર્દીઓની સંખ્યા વધી છે.

હૃદય રોગ નિષ્ણાંત ડો. કિશોર કે. એસ.ના જણાવ્યા મુજબ કોરોના સંક્રમિત યુવા દર્દીઓમાં અચાનક હાર્ટ એટેકના કેસ વધ્યા છે. ઘણા મામલાઓ છે જેમાં કોરોનાના સંદેશામાં દર્દીને દાખલ કરાયેલ પણ મૃત્યુ હાર્ટ એટેકથી થયેલ. પરીક્ષણમાં દર્દી કોરોના પોઝીટીવ મળ્યો હતો.

વોશીંગ્ટન યુનિવર્સિટીના હાર્ટ ઇન્સ્ટીટયુટમાં ડાયરેકટર ડો. ચાર્લ્સ પુરીએ પોતાના અધ્યયનમાં બે ખુલાસો કરેલ કે વાયરસ પ્રતિ તીવ્ર પ્રતિરક્ષા પ્રતિક્રિયામાં હૃદય ક્ષતિ પામી શકે છે અને વાયરસ હૃદયના એ ભાગ ઉપર હુમલો કરે છે જેમાં ઇસીઇ-ર રિસેપ્ટર્સ હોય છે. આના દ્વારા  જ વાયરસ હૃદયની કોશીકાઓમાં પ્રવેશે છે.

જર્મનીના અનુસંધાન કર્તાઓએ પણ પોતાના એક રિસર્ચમાં જણાવેલ કે કોવીડથી સાજા થયેલ દર્દી બે મહિના બાદ ૧૦૦ લોકો કાર્ડીક એમ.આર.આરઇમાં હૃદય સંબંધી બીમારીઓ મળેલ ૧૦૦માંથી ૭૮ દર્દીઓ એમ.આર.આઇ. સ્કેનમાં તેમના હૃદયના આકારમાં બદલાવ આવેલ અને ૭૬ લોકોમાં કાર્ડીક ઇન્જરીના સંકેત પણ મળેલ.

(2:53 pm IST)