Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

દિલ્હી-એનસીઆરમાં ૧પમીથી ડીઝલ જનરેટર પર પ્રતિબંધ

ત્રણ રાજયના સરકારોને ઇપીસીએ આપ્યા દિશા નિર્દેશ - સીપીસીબીના નેતૃત્વમાં ખાસ દળ કરશે દેખરેખ

નવી દિલ્હી : દિલ્હી - એનસીઆરમાં વાયુ પ્રદુષણ સામે નિપટવા માટે ગ્રેટેડ રિસ્પોન્સ એકશન પ્લાન (ગ્રેપ)  હેઠળ ૧પ ઓકટોબરથી સખ્તાઇથી વધારવામાં આવશે. દિલ્હી સહિત નોઇડા,ગાઝીયાબાદ, ગ્રેટર નોઇડા, ફરીદાબાદ અને ગુડગાવમાં જરૂરી અને આપાતકાલીન સેવાઓ સિવાય ડીઝલ જનરેટરોના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. હાઇવે અને મેટ્રો જેવી મોટી પરિયોજનાઓમાં નિર્માણાર્ય પહેલા રાજય પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મંજુરી લેવી પડશે.

પર્યાવરણ પ્રદષ્ુાણ નિયંત્રણ ઓથોરીટી (ઇપીસીએ)ના અધ્યક્ષ ભુરેલાલે જણાવ્યું કે દિલ્હી, યુપી અને હરિયાણા સરકારને મોકલાયેલ એકશન પ્લાનમાં સ્પષ્ટ કહેવાયું છે કે રેડ અને ઓરેન્જ ઝોનના ઉદ્યોગોને ફકત અધિકૃત ઇંધણ અને પ્રદુષણ નિયંત્રણના પુરતા ઉપાયોના ઉપયોગનું સોગંદનામુ આપવુ  પડશે. રાજયોને એ પણ આદેશ અપાયા છે કે કચરો બાળવા, ધુળ સહિતના બધા પ્રદુષણ સ્ત્રોતો માટે ઝીરો ટોલરન્સ સુનિશ્ચીત કરવા માટે સખત નિગરાની રાખવામાં આવે. ચિન્હીત પ્રદુષણ હોટસ્પોટમાં એકશન પ્લાનનું પાલન કરાવવા માટે રાત્રે પણ નિગરાણી કરવામાં આવે આ નિગરાણીનું કામ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નેતૃત્વમાં એક ખાસ દળ કરશે.

(2:52 pm IST)