Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

હાથરસની પીડીતાના અંતિમ સંસ્કાર મામલે કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા હસ્તાક્ષર ઝુંબેશ

નવી દિલ્હીઃ તા.૯, યુપીના હાથરસમાં કથિત ગેંગરેપ મામલે કાયદાના વિદ્યાર્થીઓએ હસ્તાક્ષર ઝુંબેશ શરૂ કરી છે.

 પીડીતાના અંતિમ સંસ્કાર કરી નાખવાની વાતને લઇને સુપ્રિમકોર્ટ હસ્તક્ષેપ કરે અને દોષીત ઓફીસરો સામે કાર્યવાહી હાથ ધરે તેવી માંગણી સાથે નોઇડાના લો સ્ટુન્ટ દ્વારા સુપ્રિમના ચીફ જસ્ટીસને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં ૫૧૦ વિદ્યાર્થીઓએ હસ્તાક્ષર કરી સમર્થન આપ્યું છે.પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે ભારત સરકારે એક આતંકવાદી અજમલ કસાબના મૃતદેહનો મલાજો જાળવી પાકિસ્તાન સરકારને લઇ જવા અનુરોધ કર્યો હતો તો પછી હાથરસની ઘટનામાં પીડીતાના પરિવારો સાથે અમાનવીય વર્તાવ શા માટે કરવામાં આવ્યો ?

(12:42 pm IST)