Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ઓકટોબરના અંતમાં ભારત - અમેરિકા 'ટુ પ્લસ ટુ' બેઠક યોજાશે

બંને દેશોના સંબંધો થશે મજબૂત : બંને પક્ષોના આંતરિક સહયોગની વ્યાપક સમીક્ષા થશે

નવી દિલ્હી તા. ૯ : ભારત અને અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ વાર્તાનું ત્રીજું ભાગ આ મહિનાના અંતમાં આયોજીત થઇ શકે છે. તૈયારીઓ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે. વાર્તા ૨૬ અને ૨૭ ઓકટોબરે થવાની સંભાવના છે અને આ દરમિયાન બંને પક્ષો તેમના સામાજિક સહયોગની વ્યાપક સમીક્ષા કરશે.

જો કે સૂત્રનું એ પણ માનવું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચુંટણીથી અંદાજે થોડાક દિવસ પહેલા આયોજીત હોવાના લીધે આ વખતે વાર્તા સાથે કોઇ મહત્વનું પરિણામ આવવાની શકયતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ વાર્તામાં ભાગીદારી માટે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોપિયો અને રક્ષામંત્રી માર્ક એસ્પર ભારત આવશે. જ્યારે ભારતીય પક્ષ સાથે તેની આગેવાની વિદેશ મંત્રી એસ. રવિશંકર તેમજ રક્ષામંત્રી રાજનાથસિંહ કરશે.

બંને દેશો વચ્ચે ટુ પ્લસ ટુ વાર્તાનું પ્રથમ ભાગ સપ્ટેમ્બર ૨૦૧૮માં દિલ્હીમાં આયોજીત કરવામાં આવ્યું હતું. આ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપસી સહયોગ વધારવા માટે મંજુર કરેલા મેકેનિઝમ હેઠળ કરવામાં આવ્યંુ હતું.

(12:42 pm IST)