Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

સુનાવણી કરવા માટે અરજી કરવામાં આવી

સમલૈંગિક લગ્નની માન્યતા માટે બે કપલ પહોંચ્યા હાઇકોર્ટ

નવી દિલ્હી તા. ૯ : સ્પેશ્યલ મેરેજ એકટ લગ્નની મંજુરી માટે બે મહિલાઓએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેનું કહેવું છે કે તેઓ આઠ વર્ષથી સાથે રહી છે અને એકબીજાને પ્રેમ કરે છે પરંતુ લગ્ન કરી શકે તેમ નથી. કારણ કે બંને મહિલાઓ છે એવી જ એક અરજી બે પુરૂષોએ દાખલ કરી છે. તેઓએ અમેરિકામાં લગ્ન કરી લીધા હતા. તેમના લગ્નનું ભારતીય કોન્સ્યુલેટે વિદેશી વિવાહ અધિનિયમ ૧૯૬૯માં અરજી કરવામાં આવી નહોતી કારણ કે બંને પુરૂષ હતા.

ન્યાયમૂર્તિ નવીન ચાવલા સમક્ષ તે બંને અરજીઓ સુનાવણી માટે આવી ન્યાયમૂર્તિ ચાવલાએ આ અરજીઓની સુનાવણી માટે મુખ્ય ન્યાયાધીશની પીઠ સમક્ષ સુચીબધ્ધ કરવાનો આદેશ રજીસ્ટરીને આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશની પીઠે અગાઉથી જ અમે સેકસ મેરેજને હિન્દુ વિવાદ અધિનિયમ તથા વિશેષ વિવાદ અધિનિયમ હેઠળ માન્યતાની માંગવાળી જનહિત અરજી પર સુનાવણી કરી રહી છે. આ અરજીકર્તાઓ તરફથી વરિષ્ઠ અધિવકતા મેનકા ગુરૂસ્વામી, અધિવકતા અરૃંધનિ કાત્જુ, ગોવિંદ મનોહરન તથા સુરભીધર પૈરવી કરી રહ્યા છે. અરજી દાખલ કરતી ૪૭ તથા ૩૬ વર્ષીય મહિલાઓએ કહ્યું છે કે સંયુકત બેંક ખાતા ખોલવું, ફેમિલી હેલ્થ પોલીસી લેવી અથવા આવાસનો દસ્તાવેજો લેવા જેવી મામૂલી વસ્તુઓ લેવામાં પણ તેને ભારે સમસ્યા થાય છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન ફકત બે લોકોનો નહી પરંતુ બે પરિવારોનું મિલન છે તેનાથી અનેક અધિકારી પણ જોડાયેલા છે તે લગ્ન વગરનું કપલ કાયદાકીય દ્રષ્ટિએ નકામુ છે. સંવિધાનની કલમ ૨૧ બે વ્યકિતઓને તેમની પસંદના વ્યકિતને લગ્નનો સુરક્ષિત અધિકાર આપે છે તે સમલૈંગિક કપલ પર આ જ પ્રકારે લાગુ હોય છે જે રીતે વિજાતીય સંબંધ ધરાવતા લોકો પર હોય છે.

(12:41 pm IST)