Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અભિનત્રી નૂતનના બંગલાના વોચમેન પર હુમલો કરી ચોરીમાં વધુ એક પકડાયો

ઘાયલ વોચમેનનું બાદમાં મોત થયું હતું: ત્રીજાની શોધ

મુંબઇ તા. ૯:  અભિનેત્રી નૂતનના બંગલામાં ઘુસી વોચમેનની હત્યા કરી નળ અને પાઇપની ઉઠાંતરી કરવાના ગુનામાં પોલીસે વધુ એકની ધરપકડ કરી છે. ગણપત ફલાનાસ્વામી ગુલ્લર (ઉ.વ.૨૦)ને પોલીસે આ ગુનામાં પકડ્યો છે. અગાઉ સંજય ભંડારી નામના શખ્સને પકડવામાંઆવ્યો હતો. હજુ એક ત્રીજો આરોપી ફરાર છે.

નૂતનના મુંબ્રામાં પારસિક હિલ વિસ્તારમાં આવેલા બંગલામાં ફેબ્રુઆરી માસમાં ચોરી થઇ હતી. આઠેક મહિના પહેલા ત્રણ શખ્સો બંગલામાં ઘુસી વોચમેન પર હુમલો કરી ત્યાં રાખેલા નળના પાઇપ ચોરી ગયા હતાં. હુમલામાં ઘાયલ વોચમેનનું બાદમાં મોત નિપજ્યું હતું. થાણેના વિટાવા પોલીસે બાતમીને આધારે ગણપતને દબોચી લીધો હતો.

(11:19 am IST)