Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કોરોના વાયરસ માનવ સ્વરૂપે પ્રગટે અને કોઇ તેના પ્રેમમાં પડે તો...

એમેઝોન પર વેચતા નીકળી છે આવા વિષયવાળી નવલકથા, જે ખૂબ ટૂંક સમયમાં જબરદસ્ત વાઇરલ થઇ છે

નવી દિલ્હી,તા. ૯:બાવીસમી એપ્રિલે એમેઝોન કંપનીએ ૧૬ પાનાંની ઈ-બુક 'કિસિંગ કોરોના વાઇરસ' લોન્ચ કરી હતી. એમાં કોરોના વાઇરસના ઇન્ફેકશનનો ઉપચાર શોધવાની જવાબદારી સોંપાઈ હતી એવી વિજ્ઞાની ડો. એલેકસા એશિંગ્ટનફર્ડની કથા છે, પરંતુ એલેકસા દુશ્મન કોરોના વાઇરસના પ્રેમમાં પડે છે.

એ વાર્તામાં કોરોના-ઇન્ફેકશનની ટ્રાયલ વેકિસન અન્ય વિજ્ઞાનીના શરીરમાં ઇન્જેકટ કરવામાં આવે છે ત્યારે એ વિજ્ઞાની મૃત્યુ પામે છે અને કોરોના વાઇરસ માનવરૃપે પ્રગટે છે. સંશોધન કરતી ડોકટર એ નવા પ્રગટેલા વ્યકિતત્વથી મોહિત થઈ જાય છે અને તએને પામવા તત્પર બને છે. ઈ-બુકના કવરપેજ પર લીલા રંગના માણસને એક સ્ત્રી ચુંબન કરતી હોય એવું દશ્ય છે. વાંચનારાઓ કહે છે કે દુશ્મનના પ્રેમમાં પડવાના કન્સેપ્ટ પર લખાયેલી કથાઓમાં આ કથા ઓફબીટ છે.

'કિસિંગ ધ કોરોના વાઇરસ' નામની આ નોવેલ આમ તો એપ્રિલ મહિનામાં જ બહાર પડી ગઈ હતી, પરંતુ એ સોશ્યલ મીડિયામાં વાઇરલ હમણાં થઈ છે. એમેઝોન પર આ બુકને ૪થી પાંચ સ્ટાર રેટિંગ મળ્યું છે. અલબત્ત્।, બુકને મિશ્ર પ્રતિસાદવાળા રિવ્યુ મળ્યા છે. કોઈકને એ હિલેરિયસ લાગી છે તો કોઈકને વેસ્ટ ઓફ ટાઇમ, કોઈકને એ થ્રિલર લાગી છે તો કોઈકને અત્યંત ભદી.

(11:15 am IST)