Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

WHOની ચેતવણી

જો કોવિડ-૧૯ના કેસમાં વધારો થશે તો દર ૧૬ સેકંડમાં એક મૃત બાળક જન્મ લેશે

દર વર્ષે અંદાજીત ૨૦ લાખ મૃત બાળકોનો જન્મ થાય છે. આ મામલો સૌથી વધારે વિકાશીલ દેશો સાથે જોડાયલો છે

નવી દિલ્હી,તા. ૯:વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), સંયુકત રાષ્ટ્ર બાળ કોષ અને તેમના સહયોગી સંગઠનોને ચેતવણી આપી જાહેરાત કરી છે કે કોરોના મહામારીથી ગર્ભવતી મહિલાઓ અને તેમના ગર્ભમાં રહેલા ભૃણને મોટું જોખમ રહેલું છે. WHOના એક રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે કે કોરોના મહામારી વધી તો દર ૧૬ સેકન્ડમાં એક મૃત બાળક જન્મ લેશે અને દર વર્ષે ૨૦ લાખથી વધુ 'સ્ટીલ બર્થ'ના કેસ સામે આવશે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આના વધુમાં વધુ કિસ્સા વિકાશશીલ દેશો સાથે સંકળાયેલા હશે.

WHOએ ગુરુવારે રિપોર્ટ માં ખુલાસો કર્યો છે. દર વર્ષે અંદાજીત ૨૦ લાખ મૃત બાળકોનો જન્મ થાય છે. અને આ મામલો સૌથી વધારે વિકાશીલ દેશો સાથે જોડાયલો છે. ઉલ્લેખનીય છેકે ગર્ભધારણના ૨૮ અઠવાડિયે અથવા તેના બાદ મૃત બાળકનું જન્મ થવું અને પ્રસવ પીડા દરમ્યાન મોત નિપજવાને સ્ટિલ બર્થ કહેવામાં આવે છે. સંયુકત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સીએ આ મામલે જણાવ્યું કે ગત વર્ષે ઉપ સહારા અથવા દક્ષિણ એશિયામાં ૪ બાળકોના જન્મનાં ત્રણ સ્ટિલ બર્થ હતા.

WHO બાળ કોષ યુનિસેફની કાર્યકારી નિર્દેશક હૈનરિટા ફોરે જણાવ્યું કે પ્રત્યેક ૧૬ સેકન્ડમાં કયાંક કોઈ માતા સ્ટિલ બર્થની પીડા સહન કરતી હશે, તેમણે વધુમાં જણાવ્યું કે સારી દેખરેખ, પ્રસવ પૂર્વ સારી સાર સંભાળ અને સુરક્ષિત જન્મદર માટે અનુભવી ચિકિત્સકની સહાયતાથી આવા મામલાને રોકવામાં આવી શકે છે.

(11:14 am IST)