Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

RBIની મોનેટરી પોલીસી

EMI નહિ ઘટે : રેપો રેટ યથાવત

રેપો રેટ ૪ ટકા યથાવત : રિવર્સ રેપોરેટ પણ ૩.૩૫ ટકા યથાવત

નવી દિલ્હી તા. ૯ : RBIના ગવર્નર શકિતકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. તેઓએ કહ્યું કે સામાન્ય માણસને EMIમાં કોઈ રાહત નહીં મળે. આ સાથે રેપોરેટમાં કોઈ બદલાવ કરાયો નથી. હાલમાં રેપો રેટ ૪ ચકા અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા છે.

RBIના ગવર્નર શકિતકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને સાથે વ્યાજદરોમાં રાહતની આશા રાખવામાં આવી રહી છે. તેઓએ કહ્યું કે સામાન્ય માણસને ઙ્ગEMIમાં કોઈ રાહત નહીં મળે. આ સાથે રેપોરેટમાં કોઈ બદલાવ કરાયો નથી. હાલમાં રેપો રેટ ૪ ટકા અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા છે.ઙ્ગRBI ગર્વનરે કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષના અંતમાં ત્રિમાસિક જીડીપી ગ્રોથ પોઝિટિવ રહેશે. આ સાથે તેઓએ એમ પણ કહ્યું કે દરેક સેકટરમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે.ઙ્ગ

તહેવારની સીઝનને ધ્યાનમાં રાખીને આશા રાખવામાં આવી રહી હતી કે આરબીઆઈ ડિમાન્ડ વધારવા માટે રેપો રેટ પર કાતર ચલાવશે. પરંતુ આવું કંઈ જોવા મળ્યું નથી. રેપોરેટ એમ જ એટલે કે ૪ ટકા પર જ કાયમ રહેશે. અગાઉની ૨ બેઠકોમાં રેપો રેટમાં ઘટાડો કરાયો હતો. ગર્વનર શકિતકાંત દાસે કહ્યું કે દરેક સેકટરમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે તેથી હવેથીઙ્ગકોરોનાને રોકવા કરતાં વધારે ફોકસ રિવાઈવલ પર છે.ઙ્ગતેઓએ જીડીપી ગ્રોથનું અનુમાન નેગેટિવમાં ૯.૫ ટકા રાખ્યું છે. જયારે નાના લેણદારો માટે ૭.૫ કરોડ રૂપિયાના ઉધારને મંજૂરી આપવામાં આવી છે. ઙ્ગઙ્ગ

આ પહેલાં ઓગસ્ટમાં એમપીસીની ૨૪મી બેઠકમાં RBIએ રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યા ન હતા. આ ૪ ટકા પર કાયમ છે અને સાથે જ રિવર્સ રેપોરેટમાં પણ ૩.૩૫ ટકા પર સ્થિર છે. આ બેઠકમાં રેપો રેટ ઘટાડાવમાં આવી શકે છે. ગ્રાહકોને ઈએમઆઈમાં રાહત મળશે. રિઝર્વ બેંકના ગર્વનરની અધ્યક્ષતા વાળી એમપીસીને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી વાર્ષિક મોંઘવારી દરને ૪ ટકા પર રાખવાનું કામ અપાયું છે.તે વધુમાં વધુ ૬ ટકા અને ઓછામાં ઓછા ૨ ટકા સુધી જઈ શકે છે.ઙ્ગ

કોરોના અને લોકડાઉનના કારણે પાટા પરથી ઉતરેલી અર્થવ્યવસ્થામાં સુધારો લાવવો એ એક ચેલેન્જ છે. નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે શું બિન પરંપરાગત પગલાં લઈ શકાય છે. આંકડા પર નજર કરીએ તો ફેબ્રુઆરીથી રેપો રેટમાં આરબીઆઈએ ૧.૧૫ ટકાનો ઘટાડો કર્યો છે. આશા છે કે આજે ૦.૨૫ ટકા રેપોરેટ ઘટવાની જાહેરાત કરાશે.

(3:12 pm IST)