Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ભારતમાં કુલ કેસની સંખ્યા ૬૯ લાખની ઉપર

૨૪ કલાકમાં ૭૦૪૯૬ નવા કેસ : ૯૬૪ના મોત : કુલ મૃત્યુઆંક ૧૦૬૪૯૦ : વિશ્વમાં કુલ કેસ ૩.૬૭ કરોડથી ઉપર : કુલ મૃત્યુઆંક ૧૦.૬૬ લાખ : એકટીવ કેસ ૮૦.૧૯ લાખ ઉપર

નવી દિલ્હી તા. ૯ : ભારતમાં કોરોનાની સંખ્યા હવે ૬૯.૦૨ લાખ થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૭૦૪૯૬ નવા કેસ સામે આવ્યા છે અને એ દરમિયાન ૯૬૪ લોકોના મોત થયા છે. મરનારાની કુલ સંખ્યા હવે ૧૦૬૯૪૦ થઇ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ કેસની સંખ્યા ૬૯૦૬૧૫૧ થઇ છે. જે પૈકી ૮૯૩૫૯૨ એકટીવ કેસ છે અને અત્યાર સુધીમાં ૫૯૦૬૦૬૯ લોકો રિકવરી થયા છે.

આંકડાઓ ઉપર નજર નાખીએ તો દેશમાં રોજ ૭૫ થી ૮૦ હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. જો આ જ સ્પીડ રહી તો નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારત વિશ્વનો સૌથી કેસ ધરાવતો દેશ બની જશે. ૭ નવેમ્બર સુધીમાં દેશમાં ૯૧.૭૦ લાખ કેસ હશે.  દેશમાં ગઇકાલે ૧૧૬૮૭૦૫ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એ સાથે કુલ ટેસ્ટ ૮૪૬૩૪૬૮૦ થવા પામ્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૧૪૯૩૮૮૪ કેસ છે અને ૩૯૪૩૦ લોકોના મોત થયા છે.  વિશ્વસ્તરની વાત કરીએ તો કુલ કેસ ૩૬૭૫૩૯૦૪ થયા છે અને ૧૦૬૬૮૫૬ લોકોના મોત થયા છે. એકટીવ કેસ ૮૦૧૯૪૯૬નો છે. અમેરિકામાં ૨૧૭૭૩૮ લોકોના મોત થયા છે અને ત્યાં કુલ કેસ ૭૮૩૩૭૬૩ છે.

(11:05 am IST)