Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

નવા દર્દીઓ ઓછા આવી રહ્યા છે

કોરોના સામે જંગ જીતી રહ્યું છે ભારતઃ સતત ૩ સપ્તાહથી મહામારીને હંફાવનાર વધુ

નવી દિલ્હી, તા.૯: દેશમાં કોરોનાની ગતિ સતત ધીમી થતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ન ફકત કોરોનાના નવા કેસમાં દ્યટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આ મહામારીને માત આપનારાની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરમાં જે રીતે કોરોનાનો કહેર જોવા મળ્યો, ઓકટોબરમાં તે રાહત આપી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશમાં જેટલા કોરોનાના કેસ મળી રહ્યા છે તેનાથી વધારે દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.

 સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશમાં જેટલા કોરોનાના કેસ મળી રહ્યા છે તેનાથી વધારે દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. એટલે કે છેલ્લા ૩ અઠવાડિયાથી કોરોનાથી સંક્રમિત થનારા અને મહામારીથી સાજા થનારાના આંકડા સામે આવી રહ્યા છે. આ સમયે કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોરોનાના એક અઠવાડિયાના આંકડા પર નજર કરીએ તો ૧૮-૨૪ સપ્ટેમ્બરની વચ્ચેના અઠવાડિયામાં ૬૧૪૨૬૫ કોરોના વાયરસના નવા કેસ આવ્યા છે. તેનાથી સાજા થનારાની સંખ્યા તેનાથી વધારે એટલે કે ૬૪૯૯૦૮ રહી છે. ૨૫ સપ્ટેમ્બરથી ૧ ઓકટોબરના અઠવાડિયામાં કોરોનાના ૫૮૦૦૬૬ નવા કેસ મળ્યા છે જયારે રિકવર થયેલા કેસની સંખ્યા  ૫૯૮૨૧૪ રહી છે. તો ૨ ઓકટોબરથી ૮ ઓકટોબરમાં ૫૫૪૫૦૩ દર્દીઓએ કોરોનાની જંગ જીતી છે. આ સમયે ૫૨૩૦૭૧ જ નવા કેસ આવ્યા હતા.

૧૮ સપ્ટેમ્બરથી પહેલાં તો કોરોનાથી રિકવર થનારા દર્દીની સંખ્યા ઓછી હતી. આ સિવાય નવા કેસની સંખ્યા વધારે જોવા મળી રહી હતી. ૧૧-૧૭ સપ્ટેમ્બરની વચ્ચે સપ્તાહમાં ૬૫ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા અને ૫૫ હજાર દર્દીઓ સાજા થયા હતા.કુલ મળીને સપ્ટેમ્બરમાં કોરોનાની સંખ્યા વધી હતી જયારે ઓકટોબરમાં રાહત જોવા મળી રહી છે.

(10:08 am IST)