Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અભયભાઈને ચાર્ટર્ડ પ્લેનમાં ચેન્નઈ લઈ જવાયાઃ ડોકટર બાલાકૃષ્ણન સારવાર આપશે

ગુજરાત ભાજપના અગ્રણી ધારાશાસ્ત્રી અને સાંસદ અભયભાઈ ભારદ્વાજને આજે ચાર્ટર પ્લેનમાં ચેન્નાઈ લઈ જવામાં આવ્યા છે. તેમની સાથે મુંબઈના ડો. ઓઝા સહિત ત્રણ ડોકટરો ગયા છે. અભયભાઈના પુત્ર અંશ અને તેમના ભાઈ, સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ પણ ચેન્નાઈ જવા નીકળી ગયા છે. ડો. બાલા 'ફેફસા' માટેના દેશના સુપર સ્પેશિયાલિસ્ટ ગણાય છે. તેમણે સુરતના ૯૦ ટકા ડેમેજ ફેફસાં વાળા કોરોના દર્દીને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાના હતા તેમને સારવાર આપી સાજા કરી આપેલ.

(11:08 am IST)