Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

પેસેન્જર ટ્રેનો બાદ હવે ખાનગી માલગાડીઓ દોડશે

ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર અથવા ડીએફસી પર માલગાડીઓ અને બે માળની કન્ટેનર ટ્રેન પણ ચાલશે

નવી દિલ્હી : ભારતીય રેલ્વેની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે ખાનગી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ આધાર પર હવે સરકાર અને રેલવે મંત્રાલય પણ ખાનગી માલવાહક ટ્રેનો ચલાવવા ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ ખાનગી માલગાડીઓ ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર અથવા ડીએફસી પર ચલાવામાં આવશે. આ માલગાડીયોમાં તમામ માલ વહન કરવામાં આવશે.. રેલ્વે મંત્રાલયે દેશમાં લગભગ 2800 કિલોમીટરને ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર 2022 સુધી પૂર્ણ થવાની અપેક્ષા વ્યક્ત કરી છે.

આ બન્ને કોરિડોર પર અધિકાધિક સામાનોને પરિવહન કરવા વાળી માલગાડિયો ચલાવવાનો સરકાર વિચાર કરી રહી છે. આ રૂટ પર બે માળની કન્ટેનર ટ્રેન પણ ચલાવવામાં આવશે. આ માર્ગો પર ખાનગી ટ્રેનો દોડવાની પણ સંભાવના છે

   રેલવે બોર્ડના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે સ્ટીલ, લોખંડ, કાપડ અને ઓટોમોબાઈલ ઉદ્યોગોથી સંબંધિત ઉદ્યોગકારોને આકર્ષવા માટે વિશેષ નીતિ લાગુ કરવામાં આવશે. સંબંધિત ઉદ્યોગપતિઓ જ્યારે પોતાની માલની ટ્રેન ખરીદે છે ત્યારે કાચા માલ અને અન્ય માલસામાન પરિવહન કરવામાં સસ્તી લાગે છે. આ પ્રકાર સ્વયંકી માલગાડી ખરીદવા વાળી ઉદ્યોગપતિઓ ટાટા, અદાણી, મહિન્દ્રા અને મારુતિ ઉદ્યોગ જૂથોનો સમાવેશ થવાની સંભાવના છે

(12:08 am IST)