Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અમેરિકામાં 15 ઓક્ટોબરના રોજ યોજાનારી દ્વિતીય પ્રેસિડન્ટ ડિબેટ : ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનની ચેતવણી : ટ્રમ્પએ કોરોના સંકટથી મુક્ત હોવાનું પ્રુફ આપવું પડશે

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી યોજાનાર છે.જે અગાઉ ત્યાંની પદ્ધતિ પ્રમાણે પ્રેસિડન્ટ પદના ઉમેદવારો વચ્ચે 3 ડિબેટ યોજાતી હોય છે.જેમાં સ્પર્ધક ઉમેદવારો પોતપોતાની પોલિસી રજુ કરતા હોય છે.
આ વખતની ચૂંટણી માટે પણ એક ડિબેટ સંપન્ન થઇ ગઈ છે.અને બીજી ડિબેટ આગામી 15 ઓક્ટોબરના રોજ યોજાનાર છે.પરંતુ આ વચ્ચેના ગાળામાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત થયા હતા.અને તેમાંથી હવે બહાર પણ આવી ગયા હોવાનું જણાવે છે.
પરંતુ ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને એક  શરત મૂકી છે. બીડને  કહ્યું હતું કે તેઓ ડિબેટમાં તો જ ભાગ લેશે, જ્યારે એ નક્કી થઈ જશે કે ટ્રમ્પ સંક્રમણમાંથી બહાર આવી ગયા છે. બીજી તરફ, ટ્રમ્પના વધુ એક એડવાઇઝર સ્ટીફન મિલર પણ કોવિડ-19થી સંક્રમિત થયા છે.બિડેનની  શરત પછી આ મામલો ફસાતો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પને પ્રૂફ આપવું પડી શકે છે કે તેઓ સંક્રમણથી મુક્ત છે.

(6:10 pm IST)