Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

યુ.એસ.માં યોજાયેલી વાઇસ પ્રેસિડન્ટ પદ માટેની ડિબેટની મજા એક માખીએ બગાડી : રિપબ્લિકન ઉમેદવાર માઈક પેન્સ વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે તેમના માથાના સફેદ વાળ ઉપર આવીને બેસી ગયેલી માખી ટ્રોલ થઇ : સતત બે મિનિટ સુધી બેઠી રહેલી માખીએ અનેક રમુજી કોમેન્ટ કરાવી

સોલ્ટ લેક : યુ.એસ.માં ગઈકાલ બુધવારે  યોજાયેલી વાઇસ પ્રેસિડન્ટ પદ માટેની ડિબેટની મજા એક માખીએ બગાડી દીધી હતી.જે મુજબ રિપબ્લિકન ઉમેદવાર માઈક પેન્સ વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે તેમના માથાના સફેદ વાળ ઉપર એક માખી આવીને બેસી ગઈ હતી.તેઓ પોતાનું વક્તવ્ય આપવામાં મશગુલ હતા તથા ડેમોક્રેટિક પાર્ટીના તેમના ઉપર મુકાયેલા વંશીય ભેદભાવને રદિયો આપી રહ્યા હતા.
પરંતુ લોકોનું ધ્યાન માખી ઉપર કેન્દ્રિત થઇ ગયું હતું જે તેમના સફેદ અને સુંવાળા બાલ ઉપર બેઠેલી હોવાથી સતત બે મિનિટ સુધી ટ્રોલ થઇ હતી જે દરમિયાન અનેક કોમેન્ટનો મારો શરૂ થઇ ગયો હતો.જેણે ડિબેટની મજા બગાડી નાખી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:17 am IST)