Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

GSTના જંજાળઃ તૈયાર પરાઠા થશે મોંઘાઃ તેના પર લાગશે ૧૮ ટકા જીએસટીઃ રોટલી પર લાગશે ૫ ટકા જીએસટી

નવી દિલ્હી, તા.૯: ખાદ્ય ઉત્પાદનો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) ના દરનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ (AAR) ની ગુજરાત બેન્ચે ચુકાદો આપ્યો છે કે પરાઠા પર ૧૮ ટકા GST લાગશે. પરાઠા ખાવાના શોખીનો માટે આ મોટો ઝટકો છે. જીએસટીનું નિયમન કરતી વખતે ઓથોરિટીએ પરાઠાને ૧૮ ટકાના સ્લેબમાં રાખ્યા છે. આનો અર્થ એ થયો કે રોટલી પર ૫ ટકા જીએસટી લાગશે પરંતુ પરાઠા પર ૧૮ ટકા ટેકસ ભરવો પડશે.

વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ એ જાણવા માંગ્યું કે તેમના દ્વારા પૂરા પાડવામાં આવતા વિવિધ પ્રકારના પરાઠા-ખાખરા, સાદા ચપટી કે રોટી-મુજબ ૫% જીએસટી આકર્ષિત કરશે કે નહીં. તેની દલીલને સાબિત કરવા માટે, કંપનીએ વિવિધ અંગ્રેજી શબ્દકોશો અને વિકિપીડિયામાંથી પરાઠા શબ્દની વ્યાખ્યા લીધી, કારણ કે તે જીએસટી કાયદા અને નિયમોમાં તેમના હેઠળ વ્યાખ્યાયિત નથી.

જો કે, અથોરિટીએ કહ્યુ કે, ખાખરા, સાદી ચપાતી અથવા રોટલી (સેકેલી) હોય તો, જેને ખાતી વખતે તેને ફરી વાર પકાવાની જરૂર નથી અથવા તે ખાવા માટે તૈયાર હોય. બીજી વાર. કંપની દ્વારા સપ્લાઈ કરવામાં આવતા પરાઠા ન ફકત તેનાથી અલગ છે, પણ તેને ખાવા લાયક બનાવવા માટે તૈયાર અને પ્રોસેસિંગ કરવા માટે જરૂર પડે છે.

એએઆરે પોતાના આદેશમાં કહ્યુ છે કે, રોટલી (૧૯૦૫) કેટેગરી અંતર્ગત આવતી પ્રોડકટ્સ પહેલાથી તૈયાર અને એકદમ પાકેલું ફૂડ હોય છે, જયારે બીજા પરાઠાને ખાતા પહેલા તેને ગરમ કરવા પડે છે.

આ અગાઉ કર્ણાટક અથોરિટી ઓફ એડવાંસ રુલીંગે ચુકાદો આપ્યો હતો કે, પરાઠા પર ૧૮ ટકા જીએસટી દર લાગશે. પીઠે રોટલી અને પરાઠા પર અલગ અલગ જીએસટી લગાવાનો નિર્ણય આપતા દલીલ કરી હતી કે, રોટલી પહેલાથી બનાવેલી હોય છે. તેથી તે એકદમ તૈયાર થયેલુ

(4:41 pm IST)