Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મેડીકલમાં એડમિશન માટે લેવાતી NEET પરીક્ષા મુલતવી નહીં રહે : નિયત કરેલી તારીખ 13 સપ્ટેમ્બરના રોજ લઇ શકાશે : કોવિદ -19 ને કારણે પરીક્ષા પાછી ઠેલવા કરાયેલી પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી

ન્યુદિલ્હી  :  મેડીકલમાં એડમિશન માટે લેવાતી NEET પરીક્ષાની તારીખ કે જે 13 સપ્ટેમ્બર નક્કી કરાઈ છે તે દેશમાં કોવિદ -19 ના કહેરને કારણે હાલની તકે મુલતવી રાખવી જોઈએ તેવી સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પિટિશનને નામદાર કોર્ટએ ફગાવી દીધી છે.તેથી હવે આ પરીક્ષા નિયત તરીકે લઇ શકાશે.
કેશવ મહેશ્વરી ,અરિજિત સાઉ ,તથા પ્રજ્ઞા પ્રાંજલ દ્વારા તેઓના એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવ ,તથા અનુભા શ્રીવાસ્તવ સહાય દ્વારા  રજૂ કરાયેલી  પિટિશન સાથે અન્ય એડવોકેટ અરવિંદ દાતાર ,કેટીએસ તુલસી ,શોએબ અલામ ,તથા નીલા ગોખલે પણ જોડાયા હતા.જેઓએ જણાવ્યું હતું કે પરીક્ષા લેવા માટેના સેન્ટરની સંખ્યા ઓછી છે.આવડા મોટા બિહારમાં માત્ર બે જ સેન્ટર છે.જેના અનુસંધાને ખંડપીઠે જણાવ્યું હતું કે આ પરીક્ષાની તારીખ દરેક સ્ટેટમાં અલગ અલગ રાખી ન શકાય.જેના અનુસંધાને એડવોકેટ દાતારે હાલની તકે ત્રણ સપ્તાહ માટે પરીક્ષા મુલતવી રાખવા વિનંતી કરી હતી. ઉપરાંત એડવોકેટ તુલસીએ દેશમાં રોજના 90 હજાર કોવિદ -19 કેસ થતા હોવાની દલીલ કરી હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે કોરોના સામે સાવચેતી માટે જે તે રાજ્ય પગલાં ભરે. તારીખમાં ફેરફાર કરી શકાય નહીં  તેમ જણાવી નામદાર જજ શ્રી અશોક ભૂષણ ,શ્રી સુભાષ રેડ્ડી ,તથા શ્રી એમ.આર.શાહની ખંડપીઠે પિટિશન અમાન્ય રાખી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:22 pm IST)