Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રિયા ચક્રવર્તીની ધરપકડઃ ઇંગ્‍લેન્‍ડના ફાસ્‍ટ બોલર જોફ્રા આર્ચરનું જુનું ટ્‍વિટ સોશ્‍યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે ધરપકડ કરી હતી. સુશાંત કેસમાં ડ્રગ્સના મામલામાં રિયાની ધરપકડ થઈ છે. આ વચ્ચે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું જૂનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે.

આર્ચરે 6 સપ્ટેમ્બર 2013ના એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં લખ્યું હતું- રિયા. હવે સોશિયલ મીડિયા પર તે ટ્વીટને લોકો રિટ્વીટ કરી રહ્યાં છે અને કોમેન્ટ કરી રહ્યાં છે.

આ સિવાય વધુ એક ટ્વીટમાં આર્ચરે લખ્યુ હતુ- રિયા ફરિયાદ કરી રહી છે પરંતુ હજુ ધણું આવવાનું બાકી છે.

આર્ચરના જૂના ટ્વીટ હંમેશા વાયરલ થતા રહે છે. આ પહેલા સુરેશ રૈનાને લઈને પણ આર્ચરનું છ વર્ષ જૂનુ ટ્વીટ વાયરલ થયું હતું.

(4:29 pm IST)