Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

આજે વધુ ૪૮ કેસ છ મહિનામાં ૧ લાખ ટેસ્ટઃ ૪ હજાર પોઝિટિવ

હાલ ૧૩૫૫ દર્દીઓ સારવાર હેઠળઃ ગઇકાલે ૨૦૧ દર્દીઓ સાજા થતા કુલ ૨૪૩૨ લોકો ડિસ્ચાર્જ થયાઃ રિકવરી રેઇટ ૬૧.૪૧ ટકા : ગઇકાલે સતત ત્રીજા દિવસે પોઝિટિવ કેસ કરતાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો

રાજકોટ તા.૯: કોરોના મહામારી સાથે તંત્રો સતત લડી રહ્યા છે. પરંતુ રોજબરોજ નવા કેસ સામે આવતા જ રહે છે.શહેરમાં કોરોના ટેસ્ટનો કુલ આંક ૧ લાખ પર પહોંચ્યો છે. આજના ૪૮ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો ગઇકાલે વધુ ૩૨ દર્દીઓ સાજા પણ થયા છે. નવા નોધાયેલા દર્દીઓની સારવાર તથા તેના સંપર્કમાંં આવેલા લોકોને કવોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં  નવા ૪૮ કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૦૦૮ પોઝિટિવ  કેસ નોંધાઇ ચુકયા છે. તે પૈકી ૨૪૩૨ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૬૧.૧૪ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે ૫૮૫૨ સેમ્પલ પૈકી ૯૮ કેસ નોંધાતા પોઝિટિવ રેઇટ ૧.૭૦ ટકા થયો છે.જયારે સતત ત્રીજા દિવસે એટલે કે ગઇકાલે પોઝિટિવ કેસ કરતાં ડિસ્ચાર્જનો આંક વધ્યો હતો.ગઇકાલે ૨૦૧ દર્દીઓ સાજા થયા છે.

અત્રે નોંધનીય છે કે, છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ મહિનાથી આજ દિન સુધીમાં ૧,૦૧,૮૪૪ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૨૪૩૨ દર્દીઓ સંક્રમિત થયા છે. પોઝિટિવિટી રેઇટ ૩.૮૮ ટકા નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં ૧ હજારથી વધુ સેમ્પલ તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતા. જયારે છેલ્લા સપ્તાહથી દરરોજ ૫ હજારથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

(3:13 pm IST)