Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોરોના રસી અંગે બીડન-હૈરીસ ભ્રમ ફેલાવે છે : ટ્રમ્પ અમેરિકામાં શ્વેત-અશ્વેત માટે ન્યાયની બે પ્રણાલી : હૈરીસ

'જૈકબ બ્લેક'ના પરિવાર સાથે કમલા હૈરિસે મુલાકાત કરી

વોશીંગ્ટન, તા. ૯ :  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બીડન અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હૈરીસ ઉપર નિશાન સાધ્યુ હતું.

ટ્રમ્પ હૈરીસના તે નિવેદન ઉપર નારાજગી વ્યકત કરેલ જેમાં તેમણે કહેલ કે વેકસીનને લઇને ટ્રમ્પના કોઇપણ દાવા ઉપર તેમને ભરોસો નથી. ટ્રમ્પે કહેલ કે હૈરીસ કોરોના વેકસીનની ઉપલબ્ધતાને ઓછી કરીને આંકી રહી છે. તેમને નથી લાગતુ કે આ કોઇ ખાસ ઉપલબ્ધી છે, જયારે હું ચાહું છું કે લોકો જલ્દીથી જલ્દી ઠીક થાય અને કોરોનાથી ભવિષ્યમાં કોઇ બીમાર ન પડે.

ટ્રમ્પે વધુમાં જણાવેલ કે બીડન અને હૈરીસ લોકોમં ભ્રમ ફેલાવી રહ્યા છે. તેના માટે તેમણે લોકો પાસે તુરંત માફી માંગવી જોઇએ. હૈરીસ કયારેય પણ રાષ્ટ્રપતિ નહીં બની શકે. બીજી તરફ ટ્રમ્પ વિરૂધ્ધ રેફયુજી ફાસિજમ અભિયાન હેઠળ વોશીંગ્ટન, ન્યુયોર્ક સહિત રપ શહેરોમાં વિરોધ-પ્રદર્શન શરૂ થયા છે.

ડેમોક્રેટીક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હૈરીસે મિલ્વો કી ની યાત્રા દરમિયાન જૈકબ બ્લેકના પરિવાર સાથે મુલાકાત કહેલ. જેકબને ર૩ ઓગસ્ટના રોજ પોલીસ કર્મીએ ૭ થી ૮ ગોળીઓ મારેલ. હૈરીસે જણાવેલ કે અમેરિકામાં અશ્વેત અને શ્વેત લોકો માટે ન્યાયની બે પ્રણાલીમાં છે. અમેરિકી ન્યાય વ્યવસ્થામાં પ્રણાલીગત ભેદભાવ છે. અમેરિકી વાસ્તવિકતા આજે પણ ત્યાં જ છે જે આપણે પેઢી દર પેઢી જોયેલ. એટલે જયારે આપણી પાસે ન્યાયની બે પ્રણાલીઓ છે તો આપણે કાયદા હેઠળ સમાન ન્યાય માટે લડીએ છીએ. નસલવાદ માટે કોઇ વેકસીન નથી બની.

(2:44 pm IST)