Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સૌથી અમીર અમેરીકીઓમાં ૭ ભારતીયઃ ફોર્બ્સની યાદી જાહેર

સતત ત્રીજા વર્ષે પણ પ્રથમ સ્થાન પર જેફ બિજોસની સંપતિ ૧૭૯ અરબઃ બીજા સ્થાને બિલ ગેટસ

ન્યુયોર્કઃ ફોર્બ્સની સૌથી ધનવાન અમેરીકીઓની યાદીમાં સાત ભારતીય અમેરીકીઓને સ્થાન મળ્યું છે. તેમાં સાઇબર સિકયોરીટી ફર્મ જેડ સ્કેલરના સીઇઓ જય ચૌધરી ૬.૯ અરબ ડોલરની સંપતીની સાથે ૬૧ માં સ્થાન પર છે. બીજી બાજુ સિમ્ફની ટેકનોલોજી ગૃપના સંસ્થાપક અને અધ્યક્ષ રોમેશ વાધવાણી ૩.૪ અબર ડોલરની સંપતી સાથે ર૩૮માં સ્થાન પર, ઓનલાઇન રીટેલ કંપની વેરફેરના સહસંસ્થાપક અને સીઇઓ નીરજ શાહ ર.પ અરબની સંપતી સાથે ર૯૯માં સ્થાન, સિલિકન વેલી વેન્ચર કેપીટલ ફર્મ ખોસલા વેન્ચર્સના સંસ્થાપક વિનોદ ખોસલા ર.૪ અરબની સંપતીની સાથે ૩પ૩માં સ્થાન પર છે. શેરપાલો વેંચર્સના મેનેજીંગ પાર્ટનર કવિતર્ક રામ શ્રીરામ ર.૩ અરબની સંપતીની સાથે ૩પ૯માં સ્થાને, વિમાનના ક્ષેત્રના દિગ્ગજ રાકેશ ગંગવાલ ર.૩ અરબની સંપતીની સાથે જ ૩પ૯ના સ્થાન પર અને વર્ક ડેના સીઇઓ અને સહસંસ્થાપક અનિલ ભુરીરી પણ ર.૩ અરબની સંપતીની સાથે ૩પ૯ના સ્થાન પર છે.

૪૦૦ લોકોની આ યાદીમાં ત્રીજા વર્ષે પણ એમેઝોનના સંસ્થાપક જેફ બિજોસ ૧૭૯ અરબની સંપતીની સાથે પ્રથમ સ્થાન પર છે. જયારે બીજા સ્થાન પર ૧૧૧ અરબની સંપતીની સાથે બિલ ગેટસને જગ્યા મળી છે.

(12:52 pm IST)