Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે

નરેન્દ્રભાઈ અને જીનપિંગ વચ્ચે મુલાકાત થશે? :બન્ને દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં નિર્ણય થવાની શકયતા

નવી દિલ્હી,તા.૯: વિદેશ મંત્રી એસ જયશંકર એસસીઓ બેઠકમાં ભાગ લેવા માટે રુસ પહોંચ્યા છે. તેમની મુલાકાત તેમના સમકક્ષ વાંગ યી સાથે થવાની છે. બન્ને દેશોના વિદેશના મંત્રીઓની વચ્ચે નિર્ણય થશે કે પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિંનપિંગની મુલાકાત થશે કે નહીં હાલમાં જ રાજનાથ સિંહ રશિયાના પ્રવાસે હતા અને એસસીઓ દરમિયાન પોતાના સમકક્ષ જનરલ વેઈ ફેંગહી સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી. ચીને રક્ષા મંત્રી સિંહ સાથે મુલાકાત કરવા આજીજી કરી હતી.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહને મળવા માટે ભૈય બાપા કર્યા બાદ ચીને પોતાનો રંગ બતાવી દીધો હતો. હંમેશાની જેમ આ વખતે પણ ચીને પહેલા વાતચીતથી સમસ્યા ઉકેલવાનું નાટક કર્યુ અને ૪ સપ્ટેમ્બરે ૨ કલાકની બેઠક કર્યા બાદ જવાબદારી ભારતના માથે નાંખી દીધી. વેઈ ફેંધેએ કહ્યું કે બન્ને દેશો અને સેનાઓની વચ્ચેના સંબંધ પર સીમા વિવાદને કારણે અસર પડી છે અને આની સંપૂર્ણ જવાબદારી ભારતની છે.ઙ્ગ

ચીનના રક્ષા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનની વચ્ચે રહેલા તણાવનું કારણ અને સત્ય બહું સાફ છે અને આની સંપૂર્ણ જવાબદારી ભારતની છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીન પોતાના ક્ષેત્રને ગુમાવી ન શકે અને ચીની સેના રાષ્ટ્રીય સંપ્રભુતા અને અખંડતા માટે સંપૂર્ણ રીતે દ્રઢ, આત્મવિશ્વાસી અને લાયક છે. બન્ને દેશોને ચેરમેન જિંનપિંગ અને પીએમ મોદી દ્વારા બનાવાયેવી સમજૂતિ લાગુ કરવી જોઈએ અને વાતચીતથી સમસ્યા ઉકેલવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં આજે પણ બન્ને દેશોની સેના સામ સામે છે હજું સુધી તણાવ ઘટ્યો નથી. ઉપરથી ચીન વારંવાર ભારતને ઉશ્કેરવાનો અને તેના માથે માછલા ધોવાના કાવતરા કરી રહ્યુ છે.

(12:52 pm IST)