Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

આ મહિનામાં કોરોનાની બીજી લહેર આવી શકે છે : મીની કોરેન્ટાઇન રહેવું પડશે !

શરદીઓમાં પહેરવામાં આવતા કપડા જેમ કે સ્કાર્ફ, ગ્લવ્સ, પર્સનલ પીપીઇ કીટ દ્વારા લોકોને કોરોનાથી બચાવવામાં મદદ મળી શકે છે

નવી દિલ્હી,તા. ૯: કોરોના વાયરસના કહેરથી પુરી દુનિયા આજે પણ પરેશાન છે. જોકે, મોટાભાગના દેશમાં જિંદગી ફરી પાટા પર આવી રહી છે. પરંતુ, કોરોના પર પૂરી રીતે કાબુ નથી મેળવી શકાયો. લોકો પાતાનું અને બીજાનું ધ્યાન રાખી કામ-કાજ કરી રહ્યા છે. ડોકટરોએ લોકોને કહ્યું કે, કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ જરૂર કરો, વારંવાર હાથને સેનેટાઈઝ કરી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂર કરો. આ સિવાય ઈમ્યુનિટીને સ્ટ્રોન્ગ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, મજબૂત ઈમ્યૂન સિસ્ટમ શરીરને અનેક પ્રકારના વાયરલ ઈન્ફેકશનથી બચાવે છે. આ બધા વચ્ચે કેટલાક એકસપર્ટ શરદીમાં કોરોના વાયરસની બીજી લહેર પેદા થવાની વાત કરી રહ્યા છે. પરંતુ બ્રિટનના એક વૈજ્ઞાનિકે કહ્યું કે, એવું બની શકે છે કે, કોરોનાની બીજી લહેર ૨૦૨૧ના માર્ચમાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, બ્રિટનની યુનિવર્સિટી ઓફ રીડિંગના પ્રોફેસર બેન નિઉમને કહ્યું કે, શરદીઓમાં પહેરવામાં આવતા કપડા જેમ કે, સ્કાર્ફ, ગ્લવ્સ, પર્સનલ પીપીઈ કીટ દ્વારા લોકોને કોરોનાથી બચાવવામાં મદદ મળી શકે છે. આજતકમાં છપાયેલા સમાચાર અનુસાર, પ્રોફેસર નિુમને બ્રિટનને લઈને કહ્યું કે, એવું બની શકે છે કે, આગામી વર્ષે માર્ચ પહેલા કોરોનાની બીજી લહેર ન આવે. તેમણે કહ્યું કે, શરદીમાં તાપમાન ઘટવાના કારણે આ વાતની સંભાવના વધી જાય છે કે લોકો ઘરોમાં જ રહે અને આ સમયમાં કોરોના માટે મીની કવોરન્ટાઈન જેવો સાબિત થઈ શકે છે. ડેલી મેઈલમાં છપાયેલા સમાચાર અનુસાર, કોરોના વાયરસ ઈન્ફ્લૂએન્જા વાયરસની જેમ મોસમી નથી અને ભીષણ શરદીને બદલે વસંતઋતુમાં પીક પર રહી શકે છે.

કોરોનાની બીજી લહેર પેદા થઈ રહી છેતમને જમાવી દઈએ કે, બ્રિટન સહિત યુરોપના કેટલાક દેશોમાં કોરોનાના મામલા ફરી વધવા લાગ્યા છે. તેનાથી એ આસંકા પણ વ્યકત થાય છે કે, કોરોનાની બીજી લહેર પેદા થઈ રહી છે. પ્રોફેસર નિમન અનુસાર, શરદીમાં એવું બની શકે છે કે, કોરોના પોઝિટિવ આવનાર લોકોનો ટકાવારી રેટ સાચો ન આવે, કેમ કે ફ્લૂના કારણે વધારે સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ માટે પહોંચી શકે છે. આ કારણે પોઝિટિવ થનારા લોકોનો દર ઓછો થઈ શકે છે.

જોકે, બ્રિટનની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્જલિયામાં પ્રોફેસર પોલ હંટર કહે છે કે, જે આશા વ્યકત કરવામાં આવી રહી છે, તે પહેલા જ કોરોનાના કેસમાં વધારો થવાનો શરૂ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, બ્રિટનના અધિકારીઓએ પણ જાન્યુઆરીમાં ફરી કોરોના પીક પર થવાની વાત કરી છે, અને નિશ્યિત રીતે આ ડિસેમ્બર-જાન્યુઆરી વચ્ચેનો સમય હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, કોરોનાને લઈ વિશ્વભરમાં હાલમાં પણ અનેક પ્રકારની અલગ-અલગ વાતો કરવામાં આવી રહી છે.

(11:18 am IST)