Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૨૪ કલાકમાં ત્રીજીવાર ભૂકંપના આંચકાથી ધ્રુજ્યું નાસિક

રિકટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ ૩.૨ માપવામાં આવ્યું

નાસિક તા. ૯ : છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગઈકાલે અડધો કલાકની વચ્ચે મહારાષ્ટ્રના નાસિકમાં બે વખત ભૂકંપ આવ્યો હતો, જયારે વહેલી સવારે નાશિકની ધરતી ધરતીકંપથી હચમચી ઉઠી હતી. વારંવાર ભુકંપના આંચકાથી લોકો ગભરાય છે. તેમનામાં દહેશત છે, લોકો ડરથી ઘરોમાં છે.

સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્ર અનુસાર બુધવારે વહેલી સવારે ૪.૧૭ વાગ્યે નાશિકમાં આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ ૩.૨ માપવામાં આવ્યું. મંગળવારે સવારે ભૂકંપના આંચકા બે વખત અનુભવાયા હતા. પ્રથમ કંપન સવારે ૯.૫૦ વાગ્યે અને બીજું કંપન સવારે ૧૦.૧૫ વાગ્યે અનુભવાયું હતું.

મંગળવારે આવેલા ભૂકંપના આંચકા વિશે વાત કરીએ તો રિકટર સ્કેલ પર પ્રથમ ધરતીકંપની તીવ્રતા ૮.૮ હતી, જયારે બીજા કંપનની તીવ્રતા ૨.૫ માપવામાં આવી છે. ભૂકંપના આંચકાથી લોકો સતત ડરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે ત્રણ દિવસ પહેલા રાત્રે નાસિકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે આ ધ્રુજારીથી કોઈ નુકસાન થયાના સમાચાર નથી મળ્યા, પરંતુ લોકોમાં ભયનો માહોલ છે. લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે.

(10:25 am IST)