Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

૧૭-૧૯ ઓગસ્ટ સુધી ગુજરાત ઉપર વરસાદની સંભાવના નથી: મુંબઈમાં ૧૬-૧૮ ઓગસ્ટ પછી ભારે વરસાદ ફરી શરૂ થવા સંભવ: ૨૫ ઓગસ્ટ પછી દેશમાં ફરી ચોમાસું જામશે : કેન્ની

જાણીતા વેધરમેન શ્રી કેન્નીએ તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે ૧૭થી ૧૯ ઓગસ્ટ સુધી ગુજરાત ઉપર કોઈ વરસાદી હિલચાલ જોવા મળતી નથી
જ્યારે મુંબઈ ઉપર ૧૬ થી૧૮ ઓગસ્ટ પછી ભારે વરસાદ પાછો શરૂ થશે તેવી સંભાવના છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારત ઉપર આવતી કાલથી ૧૮ થી ૨૦ ઓગસ્ટ સુધી ખાસ વરસાદી હિલચાલ જોવા મળતી નથી.
પરંતુ દેશમાં ૨૫ ઓગસ્ટ પછી ચોમાસુ પુનઃ સક્રિય બનતું જોવા મળશે તેમ શ્રી કેન્નીએ ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યું છે.

(10:56 pm IST)