Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

લોકસભા ટીવીમાં 45 મીનિટના કામકાજમાં વિપક્ષનું માત્ર 72 સેકન્ડ પ્રસારણ: વિપક્ષોએ લગાવ્યો પક્ષપાતનો આરોપ

સદનની અંદર વિરોધ અંદરની સ્ક્રીન પર તો બતાવાય છે પણ બહાર પ્રસારણ થતાં કંટેટ હટાવી દેવામાં આવે છે

નવી દિલ્હી : સંસદના આ વખતના ચોમાસુ સત્રમાં દરરોજ કંઈકને કંઈક નવુ સરકાર અને વિપક્ષની વચ્ચે ડખ્ખા બહાર આવે છે. પેગાસસ મુદ્દા પર વિપક્ષનો હોબાળો સતત ચાલુ જ છે અને તે ચર્ચા સાથે તપાસની માગ પણ કરી રહ્યા છે. આ તમામની વચ્ચે હવે વિપક્ષે લોકસભા ટીવી પર પણ આરોપ લગાવ્યો છે.

વિપક્ષનું કહેવુ છે કે, સદનની અંદર વિરોધ અંદરની સ્ક્રીન પર તો બતાવામાં આવે છે, પણ બહાર પ્રસારણ થતાં કંટેટ હટાવી દેવામાં આવે છે. શુક્રવારે જ્યારે લોકસભાની અંતિમ બેઠક થઈ, ત્યારે લોકસભા ટીવીએ ફક્ત 72 સેકન્ડ માટે જ વિપક્ષનો વિરોધ બતાવ્યો. જ્યારે તે દિવસ સદનની કાર્યવાહીમાં કુલ 45 મીનિટ સુધી ચાલી હતી.

 

જો કે, વિપક્ષી સાંસદ સત્રનો સમય થોડી વાર માટે છોડી દો તો પણ તે પોતાની સીટો પર નહોતા. જ્યારે સ્પિકર ઓમ બિરલાએ 1945ના હિરોશિમા-નાગાસાકી બોમ્બ વિસ્ફોટના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી અને ટોક્યો ઓલંપિકમાં મેડલ જીતવા બદલ પહેલવાન રવિ કુમાર દહિયાને શુભકામના આપી. ત્યાં સુધી તો તે સવારે 11 કલાકથી 11.21 સુધી કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ, ડીએમકે, ડાબેરી પક્ષો અને ટીએમસીના સભ્યો સદની વેલમાં હતા.

ત્યાર બાદ સદનની કાર્યવાહી જ્યારે ફરી વખત શરૂ થઈ તો, સરકારે બે મુખ્ય બિલ પાસ કરાવ્યા. આ દરમિયાન પણ વિપક્ષનો હોબાળો ચાલુ હતો. LSTVના મુખ્ય સંપાદક સહ મુખ્ય કાર્યકારી મનોજ કે અરોડાએ કહ્યુ હતું કે, ચેનલ તેના માટે નિર્ધારિત નિયમોનું પાલન કરે છે.

LSTVના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર સદનની કાર્યવાહીનું જીવંત પ્રસારણ, વાસ્તવમાં એ નથી બતાવતુ કે લોકસભાની અંદર શું થયું. સૂત્રોનું કહેવુ છે કે, સદનમાં ટીવી સ્ક્રીન સીસીટીવી સિસ્ટમનો એક ભાગ હોય છે. જ્યારે ચેનલ દ્વારા ઉપયોગમાં લેવાતા કેમેરા ફીડ અલગ છે. LSTV ફક્ત પ્રસારણ માટે જવાબદાર છે. સીસીટીવી અથવા તેના કેમેરા અમારા નિયંત્રણમાં નથી આવતા.

સૂત્રોએ કહ્યુ હતું કે, જ્યારે અધ્યક્ષ બોલે છે અથવા વડાપ્રધાન બોલે છે તો તેમને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. નિયમ એવુ પણ કહે છે કે, ધ્યાન એ સભ્ય પર હોવુ જોઈએ જે બોલી રહ્યા છે. પછી તે પ્રશ્ન કે ઉત્તર માટે હોય. સાર્વજનિક મહત્વ માટે હોય કે કોઈ ચર્ચામાં ભાગ લેવા માટે.

(1:48 pm IST)