Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ભારત સહિત વિશ્વમાં કોરોના મહામારીમાં 42.9 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

કેસો વધીને 20.26 કરોડથી વધુ થઈ ગયા: . અત્યાર સુધીમાં 4.33 અબજ લોકોને વેક્સિનનાં ડોઝ અપાયા

ભારત સહિત વિશ્વભરમાં, કોરોનાવાયરસનાં કેસો વધીને 20.26 કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે કુલ 42.9 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 4.33 અબજ લોકોને વેક્સિનનાં ડોઝ આપવામાં આવ્યા છે.

યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ સોમવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં જાહેર કર્યું કે, વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા અનુક્રમે 20,26,61,707, 42,93,555 અને 4,33,99,12,422 છે. સીએસએસઈનાં જણાવ્યા અનુસાર, કોરોનાનાં સૌથી વધુ કેસમાં અમેેરિકા વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. જ્યા અનુક્રમે 3,57,62,751 અને 6,16,827 પર સૌથી વધુ કેસ અને મૃત્યુ થયા છે. 3,19,34,455 કેસ સાથે કોરોના સંક્રમણનાં મામલે ભારત બીજા ક્રમે છે.

 CSSE નાં ડેટા અનુસાર, 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ (2,01,65,672), ફ્રાન્સ (63,71,349), રશિયા (63,62,641), યુકે (60,98,085), તુર્કી (58,95,841), આર્જેન્ટિના (50,18,895), કોલંબિયા (48,38,984), સ્પેન (45,88,132), ઇટાલી (43,96,417), ઇરાન (41,58,729), જર્મની (37,97,849) અને ઇન્ડોનેશિયા (36,66,031) સામેલ છે. બ્રાઝીલ  563,151 મૃત્યુ સાથે બીજા ક્રમે છે. જે દેશોમાં મૃત્યુની સંખ્યા 1,00,000 ને વટાવી ગઈ છે તેમાં ભારત (4,27,862), મેક્સિકો (2,44,420), પેરુ (1,96,873), રશિયા (1,62,109), યુકે (1,30,624), ઇટાલી (1,28,220), કોલંબિયા (1,22,458), ફ્રાન્સ (1,12,407), આર્જેન્ટિના (1,07,459) અને ઇન્ડોનેશિયા (1,07,096) સામેલ છે.

(12:50 pm IST)