Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સપ્તાહ દરમિયાન કોરોનાના નવા કેસમાં ૪%નો ઘટાડો

અઠવાડિયામાં નોંધાયેલા કુલ કેસમાં ૫૧% કેસ કેસ કેરળમાં નોંધાયા

નવી દિલ્હી, તા.૯: ભારતમાં કોરોનાના નવા કેસમાં સાપ્તાહિક ઉછાળામાં ઘટાડો નોંધાયો છે. આ પહેલાના અઠવાડિયામાં કોરોનાના ૭.૫%નો ઉછાળો નોંધાયો હતો. જોકે, આ વખતે ૪%નો ઘટાડો થયો છે. પાછલા અઠવાડિયે ઉત્તર પૂર્વના રાજયોમાં કેસમાં ઉછાળો નોંધાતા આંકડો મોટો આવ્યો હતો. દેશમાં અઠવાડિયા દરમિયાન નોંધાયેલા કુલ કેસમાંથી અડધાથી વધારે કેરળમાં નોંધાયા છે. વડોદરામાં કેરળથી આવેલા બે વ્યકિતઓમાં ડેલ્ટા વેરિયન્ટનો ચેપ લાગ્યો હોવાની સંભાવનાના આધારે વધુ તપાસ કરાઈ રહી છે.ભારતમાં તાજેતરમાં પૂર્ણ થયેલા અઠવાડિયામાં (૨-૮ ઓગસ્ટ) ૨.૭૪ લાખ નવા કેસ નોંધાયા છે, એટલે કે પાછલા અઠવાડિયા કરતા ૪.૨%નો ઘટાડો નોંધાયો છે. આ પહેલા ૨.૮૬ લાખ કેસ નોંધાયા હતા. તે અઠવાડિયે (૨૬ જુલાઈ-૧ ઓગસ્ટ) ૧૨ અઠવાડિયાનો મોટો ઉછાળો નોંધાયો હતો, આ દરમિયાન કેરળ, કર્ણાટકા અને ઉત્તરપૂર્વના રાજયોમાં નવા કેસમાં ઉછાળો નોંધાયો હતો.

તાજેતરમાં કેરળમાં કેસમાં પાછલા અઠવાડિયા કરતા સામાન્ય ૧્રુનો વધારો નોંધાયો છે, જેમાં રાજયમાં ૧.૪૧ લાખ કેસ નોંધાયા છે, જે મે મહિના પછી મોટો ઉછાળો છે. તાજેતરમાં પૂર્ણ થયેલા અઠવાડિયા દરમિયાન દેશમાં નોંધાયેલા કોરોનાના કેસમાંથી ૫૧% કરતા વધારે કેસ કેરળમાં નોંધાયા છે.

તામિલનાડુમાં પાછલા ૧૦ દિવસથી કોરોનાના નવા કેસમાં ઉછાળો નોંધાયો છે, અહીં અઠવાડિયા દરમિયાન ૫%નો વધારો થયો છે, જયારે આંધ્રપ્રદેશમાં ૧% કેસ વધ્યા છે. આ સાથે દક્ષિણ ભારતમાં તેલંગાણા સિવાયના રાજયોમાં પાછલા અઠવાડિયામાં વધારો નોંધાયો છે.

આ સાથે અઠવાડિયા દરમિયાન કુલ ૩,૫૪૦ મોત સાથે એપ્રિલ પછી મોટો ઘટાડો નોંધાયો છે, જયારે અગાઉના અઠવાડિયામાં નોંધાયેલા ૩,૮૦૫ મોત સાથે સરખામણી કરતા ૭%નો ઘટાડો થયો છે.

ઉત્તરપૂર્વના રાજયોમાં નવા કેસમાં ઘટાડો થવાથી અઠવાડિયા દરમિયાન નોંધાયેલા કેસમાં દ્યટાડો થયો છે, જયારે સિક્કિમમાં ૪૩%, ત્રિપુરામાં ૩૨%, અરુણાચલ પ્રદેશમાં ૨૬%, મણિપુરમાં ૨૫્રુ અને મિઝોરમમાં ૨૨% કેસમાં ઘટાડો થયો છે. અહીં પાછલા અઠવાડિયા સુધી નવા કેસમાં વધારો નોંધાઈ રહ્યો હતો.

(12:12 pm IST)