Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

દુબઈથી ભારત પરત આવી રહેલા વ્યકિતમાં મળ્યો ઈટા વાયરસ કોરોના વાયરસના એક નવા વેરિઅન્ટની ઓળખ થઇ

બેંગ્લોર, તા.૯: દેશમાં કોરોના વાયરસના એક નવા વેરિઅન્ટની ઓળખ થઈ છે. દ. કર્ણાટકમાં કોરોનાનો ઈટા વેરિઅન્ટ દુબઈથી આવેલા વ્યકિતમાં જોવા મળ્યો છે. અધિકારીએ કહ્યું કે ૪ મહિના પહેલા દુબઈથી આવેલા એક વ્યકિતમાં આ સ્ટ્રેનની ઓળખ થઈ છે. દુનિયામાં આ વાયરસના કુલ ૫૬ કેસ મળ્યા છે.  કર્ણાટકના કોરોના જીનોમ સિકિવન્સિંગ કમિટીના ચેરમેન ડો. રવિનું કહેવું છે કે ઈટા વેરિઅન્ટનો આ કોઈ પહેલો કેસ નથી. એપ્રિલ ૨૦૨૦માં ૨ સેમ્પલમાં આ વેરિઅન્ટ જોવા મળ્યો હતો. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઈટા વેરિઅન્ટ  અલ્ફા, બીટા, ગામામાં મળનારા મ્યૂટેશન એન૫૦૧ વાઈને લઈને નથી, જો કે ગામા, જેટા અને બીટા વેરિઅન્ટમાં મળનારા ઈ૪૮૩ના મ્યૂટેશનનો આ વેરિઅન્ટમાં ઉલ્લેખ છે. તેને લઈને સતર્ક રહેવાની જરૂર છે કેમકે તે ઘાતક હોઈ શકે છે.

ડબલ્યૂએચઓનું અનુમાન છે કે ઈટા વેરિઅન્ટ કોરોનાના હાલના દરેક વેરિઅન્ટથી અલગ છે. ઈ૪૮૪ના મ્યૂટેશનની સાથે તેમાં એફ૮૮૮એલ મ્યૂટેશન જોવા મળ્યું છે.

વાયરસ પોતાના સમય એસ૨ ડોમેન એટલે કે સ્પાઈક પ્રોટીનમાં ફેરફાર કરી રહ્યો છે. જો એવું હોય તો વાયરસ અન્યની તુલનામાં વધારે સંક્રામક હોઈ શકે છે.

કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટની સામે લડી રહેલું બ્રિટેન ઈટા વેરિઅન્ટ પર પણ નજર રાખી રહ્યું છે.

બ્રિટિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શકય છે કે આવનારા સમયમાં વાયરસનું આ વેરિઅન્ટ ચિંતાનું કારણ બને. વૈજ્ઞાનિકોની એક ટીમ વાયરસની સાથે આ રૂપને સમજવા માટે કામ કરી રહી છે.

(11:28 am IST)