Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વેક્‍સીનના બે ડોઝ લગાવી ચૂકેલા લોકો ૧૫ ઓગસ્‍ટથી મુંબઈ લોકલમાં સફર કરી શકશે

કોરોના વાયરસના ઘટતા કેસોને જોતા રાજય સરકાર દ્વારા પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવી રહી છે

મુંબઈ,તા.૯ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દ્યટતા કેસોને જોતા રાજય સરકાર દ્વારા પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવી રહી છે. આ દરમિયાન રાજયના મુખ્‍યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકલ ટ્રેનોને સામાન્‍ય જનતા માટે ખોલવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ૧૫ ઓગસ્‍ટથી મુંબઈ લોકલમાં તે લોકોને યાત્રા કરવાની મંજૂરી આપી રહ્યું છે જેમણે કોરોના વેક્‍સીનના બંને ડોઝ લીધા છે અને બંને ડોઝ લીધાને ૧૪ દિવસ થઇ ગયા હોય.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એક વર્ષ પહેલા અમે વિચાર કર્યો હતો કે એક વર્ષમાં કોવિડ જતો રહેશે પણ આમ થયું નથી. હજુ પણ કેટલી લહેર આવવાની છે તે ખબર નથી. તેમણે કહ્યું કે ૧૫ ઓગસ્‍ટથી મુંબઈની લોકલ ટ્રેન સર્વિસ શરૂ કરી દેવામાં આવશે. જોકે ટ્રેનમાં યાત્રા કરવા માટે તે લોકોને મંજૂરી આપવામાં આવશે જેમણે કોરોના વેક્‍સીનના બંને ડોઝ લઇ લીધા છે.
મુખ્‍યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકલ ટ્રેનમાં યાત્રા કરનાર યાત્રી મોબાઇલ એપના માધ્‍યમથી (લોકલ) ટ્રેન પાસ ડાઉનલોડ કરી શકે છે. જેની પાસે સ્‍માર્ટફોન નથી તે શહેરના નગરપાલિકા વોર્ડ કાર્યલયોની સાથે-સાથે ઉપનગરીય રેલવે સ્‍ટેશનોથી ફોટો પાસ લઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોવિડ-૧૯ની મહામારીની ખતરનાક બીજી લહેરના કારણે એપ્રિલમાં ઉપનગરીય ટ્રેન સેવા સામાન્‍ય લોકો માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં ફક્‍ત સરકારી કર્મચારી અને અનિવાર્ય સેવામાં રહેલા લોકો જ લોકલ ટ્રેનમાં યાત્રા કરી શકે છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૫૦૮ કેસ સામે આવ્‍યો છે. જે એક દિવસ પહેલાની સરખામણીમાં ૫૫૩ ઓછા છે. ૨૪ કલાકમાં ૧૫૧ દર્દીઓના મોત થયા છે. મોતની સંખ્‍યા પણ એક દિવસની પહેલાની સરખામણીમાં ૩૬ ઓછા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧,૯૬,૩૦૭ ટેસ્‍ટ કર્યા છે.

 

(10:09 am IST)