Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ટોક્યો ઓલિમ્પિક: મેડલ જીતનારા 93 દેશોમાં ભારત ક્યાં સ્થાને ? : જાણો કેટલા મેડલ જીત્યું

ટોક્યોથી પહેલા ભારતે લંડન ઓલિમ્પિક 2012માં સૌથી વધારે 6 મેડલ મેળવ્યા હતા

નવી દિલ્હી ;  ટોક્યો ઓલિમ્પિક ભારત માટે ઐતિહાસિક રહ્યું છે. ભારતે આ ઓલિમ્પિકમાં એક ગોલ્ડ સહિત કુલ સાત મેડલ જીત્યા. ટોક્યોથી પહેલા ભારતે લંડન ઓલિમ્પિક 2012માં સૌથી વધારે 6 મેડલ મેળ્યા હતા.

 

ટોક્યો ઓલિમ્પિક ભારત માટે હોકી અને એથલિટિક્સમાં પ્રદર્શનને જોતા ઐતિહાસિક રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 93 દેશોએ મેડલ જીત્યાછે. જેમાં અમેરિકા કુલ મેડલની રેન્કિંગમાં અને ગોલ્ડ મેડલની રેન્કિંગમાં પણ નંબર વન પર છે.

બીજા નંબર પર ચીન છે. જાપાન ગોલ્ડ મેડલ બાબતે ત્રીજા નંબર પર છે, જ્યારે કુલ મેડલની બાબતે પાંચમા નંબર પર છે. ભારત એક ગોલ્ડ સાથે 48માં સ્થાન પર છે અને કુલ મેડલ બાબતે 33માં નંબર પર છે.

 

અમેરિકાએ 39 ગોલ્ડ, 41 સિલ્વર અને 33 બ્રોન્ઝ જીત્યા છે. આવી રીતે અમેરિકાએ ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 113 મેડલ મળ્યચા. જ્યારે ચીનને 38 ગોલ્ડ, 32 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ મળ્યા છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ચીનને કુલ 88 મેડલ મળ્યા અને તે સાથે જ તે બીજા સ્થાન પર છે. ત્રીજા નંબર પર રશિયા ઓલિમ્પિક સમિતિ અને ચોથા નંબર પર બ્રિટન છે. રશિયાને કુલ 71 મેડલ મળ્યાછે અને બ્રિટનને 65. મેજબાન જાપાન ગોલ્ડ બાબતે ત્રીજા સ્થાને રહ્યું છે અને કુલ મેડલ બાબતે પાંચમા નંબર પર છે.

રમતોનાં આ મહાકુંભમાં 205 દેશો, 33 રમતો, 339 ઇવેન્ટ્સ અને 11 હજારથી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની સૌથી મોટી ટુકડી (128) ટોક્યો પહોંચી હતી, જેણે કુલ 18 સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. તમામ ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ કેટલાક મેડલ સુધી પહોંચવાથી ચૂકી ગયા પરંતુ કેટલાક વિજયી બન્યા અને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું

(12:00 am IST)