Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ઈસ્લામાબાદમાં યનિસેફનાં અધિકારી સાથે સુરક્ષા ગાર્ડ દ્વારા દુષ્કર્મ

ઈસ્લામાબાદની ગંભીર ઘટના : યુનિસેફના પીડિત અધિકારી સ્વીડનના નાગરિક છે, ફરિયાદ પ્રમાણે ગાર્ડ તેમના આવાસના બેડરૃમમાં ઘૂસી ગયો હતો અને તેમના સાથે રેપ કર્યો હતો

ઈસ્લામાબાદ,તા.૯ : પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યુનિસેફનો સ્ટાફ જ સુરક્ષિત નથી ત્યાં સામાન્ય લોકોની સુરક્ષાની શું સ્થિતિ હશે તે વિચારવું જ રહ્યું. ઈસ્લામાબાદમાં યુનિસેફના એક અધિકારી સાથે દુષ્કર્મની ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ એક સુરક્ષા ગાર્ડે જ તેમના સાથે હેવાનિયત આચરી હતી.

સ્વીડિશ નાગરિક એવા યુનિસેફના અધિકારીએ આ અંગે ઈસ્લામાબાદના આબપારા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે પોતાના નિવાસ સ્થાન ખાતે તૈનાત સુરક્ષા ગાર્ડે જ તેમની સાથે દુષ્કર્મ કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.   જાણવા મળ્યા મુજબ યુનિસેફના પીડિત અધિકારી સ્વીડનના નાગરિક છે. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં તેમને ઈસ્લામાબાદ ખાતે તૈનાત કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી ગાર્ડને ગત માર્ચ મહિનાથી મહિલા અધિકારીના આવાસ ખાતે તૈનાત કરવામાં આવ્યો હતો. પીડિત અધિકારીની ફરિયાદ પ્રમાણે ગાર્ડ તેમના આવાસના બેડરૃમમાં ઘૂસી ગયો હતો અને તેમના સાથે રેપ કર્યો હતો.  આ સાથે જ રેપ બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપીએ પહેલા મહિલાનું ગળું દબાવવા પ્રયત્ન કર્યો હતો અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને આરોપીને શોધવા માટે એક ટીમની રચના કરી છે.

 

(8:22 pm IST)