Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2024

આ વખતે ચોમાસુ સામાન્ય રહેશે : ખાનગી હવામાન સંસ્થા સ્કાઇમેટનો રિપોર્ટ

નવી દિલ્હી,તા.૯ : ખેડૂતો માટે સારા સમાચાર છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાઇમેટ દ્વારા જણાવાયું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. જુન અને સપ્ટેમ્બરની વચ્ચે ભારતમાં સામાન્ય ચોમાસું રહેવાની આશા છે. દેશમાં ૮૬૮.૬ મી.મી.ની લાંબી સમય મર્યાદના ઍલપીના ૧૦૨ ટકા વરસાદ પડવાની આશા મધ્ય અને પડ્ઢિમ ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ પડશે.ઉતર અને દક્ષિણ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે અને ઉત્તર પુર્વ ભારતમાં સામાન્યથી અોછો વરસાદ પડશે. બિહાર, ઝારખંડ, અોરિસ્સા અને પડ્ઢિમ બંગાળ સહિત પૂર્વ રાજ્યોમાં સામાન્યથી અોછો વરસાદ પડવાની શક્યતા છે.

(4:56 pm IST)