Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

પશ્ચિમ બંગાળ : 8 તબક્કામાં ધારાસભાની ચૂંટણીઓ યોજવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી : કેરળ , તમિલનાડુ તથા , પુડ્ડુચેરીમાં એક જ તબક્કામાં તથા આસામમાં 3 તબક્કામાં જયારે એકમાત્ર પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં શા માટે ? : અમે તમારી સાથે સહમત નથી : મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ.એ. બોબડે , ન્યાયાધીશ શ્રી એ.એસ. બોપન્ના તથા શ્રી વી.રામસુબ્રમણ્યમનો જવાબ

ન્યુદિલ્હી : પશ્ચિમ બંગાળમાં યોજાનારી ધારાસભાની ચૂંટણીઓ  8 તબક્કામાં યોજવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે.પિટિશનર  એમ.એલ. શર્માએ ચૂંટણી પ્રચાર દરમિયાન "જય શ્રી રામ" ના નારા લગાવવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ બાબત સાંપ્રદાયિક અસ્થિરતાનું કારણ બને છે અને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમના આદેશની વિરુદ્ધ છે.

શર્માએ પોતાની અરજીમાં ધ્યાન દોર્યું હતું કે, જ્યારે અન્ય બે રાજ્યો, કેરળ અને તમિલનાડુ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ, પુડ્ડુચેરીમાં ચૂંટણી એક જ તબક્કામાં યોજાઈ રહી છે, તથા આસામની ચૂંટણી 3 તબક્કામાં યોજાવાની છે.જયારે એકમાત્ર પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં યોજાવાની છે જે બાબત કલમ 14  હેઠળ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.

ચૂંટણી પંચનો  આ રીતે જુદા જુદા રાજ્યમાં મનફાવે તેમ જુદા જુદા તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય કલમ 14  હેઠળ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.શર્માએ પોતાની અરજીમાં ભાજપના નેતાઓ અમિત શાહ અને શુભેન્દુ અધિકારી  દ્વારા પ્રચાર દરમિયાન ધાર્મિક સૂત્ર "જય શ્રી રામ" નો ઉપયોગ કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.તથા જણાવ્યું હતું કે આ બાબત લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ (આરપી એક્ટ) ની કલમ 123 અને 125 નું ઉલ્લંઘન છે.આથી તેમણે શાહ અને અધિકારી સામે આરપી એક્ટ અને ભારતીય દંડ સંહિતાનું ઉલ્લંઘન કરીને સૂત્રનો ઉપયોગ કરવા બદલ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે અને ન્યાયાધીશ એ.એસ. બોપન્ના અને વી.રામસુબ્રમણ્યમની બેન્ચે એડવોકેટ મનોહર લાલ શર્મા દ્વારા દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી.તથા જણાવ્યું હતું કે અમે તમારી સાથે સહમત નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:43 pm IST)