Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

અમિતાભ બચ્‍ચને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની શૂભેચ્‍છા પાઠવીઃ પુત્રીનો ફોટો શેર કર્યોઃ અૈશ્વર્યા રાય બાકાત ?

મુંબઇઃ ફિલ્‍મ અભિનેતા અમિતાભ બચ્‍ચને આજે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને શૂભેચ્‍છા પાઠવી હતી અને તેમના પત્નિ જયા બચ્‍ચન, પુત્રી શ્વેતા નંદા, પૌત્રી નવ્યા નવેલી અને આરાધ્યાની તસ્વીરો શેર કરી હતી. જો કે, આ તસ્‍વીરોમાં અૈશ્વર્યા રાય બચ્ચન જોવા મળ્યા ન હતાં. જો કે, તેમણે શેર કરેલા વીડિયોમાં અૈશ્વર્યા રાય બચ્ચન નજરે પડ્યા હતાં.

મહિલા દિવસ પર અમિતાભ બચ્ચને ઐશ્વર્યાની તસવીર કેમ શેર ના કરી તે વિશે કશું કહી શકાય નહીં. જો કે તેમણે પોતાના ટ્વિટર પર ફેન્સનાં સ્ટેટસ રીટ્વિટ કર્યા છે જેમાં ઐશ્વર્યા પણ જોવા મળે છે.

અમિતાભે આ સાથે એક વિડીયો પણ શેર કર્યો છે. વિડીયોનાં માધ્યમથી તેમણે મહિલાઓને બદલાવ માટે પ્રોત્સાહિત કરી હતી. અમિતાભે ફોટો શેર કરતા લખ્યું હતું કે, 'On International Women's Day, an Ode to Women and to The Women Champions of Swachh Bharat.'

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનાં લગ્ન 20 એપ્રિલ 2007નાં રોજ થયા હતા. તેમને આરાધ્યા નામની એક દીકરી પણ છે.

ઐશ્વર્યા રાય પૂર્વ મિસ વર્લ્ડ હોવાની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતુ નામ છે. તેમની સુંદરતા અને એક્ટિંગને કારણે તેમનું કમબેક પણ સફળ રહ્યું હતું.

અમિતાભ બચ્ચન અત્યારે '102 નોટ આઉટ' ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. તો ઐશ્વર્યા પોતાની આગામી ફિલ્મ 'ફન્ને ખાં'ની શૂટિંગમાં વ્યસ્ત છે.

(8:01 pm IST)
  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • દ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST