News of Thursday, 8th March 2018

ફેસબુક અને વોટ્સએપ મોટી મુશ્કેલીમાં મુકાવવાનો ભય :બ્લેકબેરીએ કર્યો કેસ

ફેસબુક એપ,વ્હોટ્સએપ,વર્કપ્લેસ ચેટ તેમજ ઈન્સ્ટાગ્રામ જેવી એપ બંધ કરવા બ્લૅકબૅરીની માંગ :પોતાની ટેક્નોલોજીનો ઉપયોગ કર્યાનો બ્લેકબેરીનો આરોપ

ફેસબુક અને વોટ્સએપ પર મોટી મુશ્કેલીમાં મુકાવવાનો ભય ઉભો થયો છે બ્લેકબેરીએ ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર કેસ કર્યો છે બ્લેકબેરીનો આરોપ છે કે ફેસબુક અને  વ્હોટ્સએપે પોતાની પોપ્યુલર મેસેજિંગ એપ્લિકેશનની ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. બ્લેકબેરીએ કરેલા કેસને કારણે વ્હોટ્સએપ મોટી સમસ્યામાં મૂકાય તેવી શક્યતા નકારાતી નથી

   વર્ષ 2000માં બ્લેકબેરીની મેસેન્જર એપ્લિકેશન બ્લેકબેરી મેસેન્જર ખૂબ પોપ્યુલર હતી. કંપનીનો દાવો છે કે, ફેસબુક, ઈન્સ્ટગ્રામ તેમજ વ્હોટ્સએપ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે જે બ્લેકબેરીએ શરુઆતમાં વિકસાવી હતી કંપનીએ કહ્યું છે કે, ફેસબુક અમારી ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો ઉપયોગ કરી રહ્યું છે, અને લાંબી વાતચીત બાદ અમે તેની સામે કાયદાકીય પગલાં લેવાનું નક્કી કર્યું છે.

   બ્લેકબેરીની માગ છે કે, ફેસબુક તેની પ્રાઈમરી એપને બંધ કરી દે. એટલું નહીં, ફેસબુક એપ, વ્હોટ્સએપ, વર્કપ્લેસ ચેટ તેમજ ઈન્સ્ટાગ્રામ જેવી એપને પણ બંધ કરી દે. બ્લેકબેરીએ પોતાને આનાથી કેટલું નુક્સાન થયું છે તેનો કોઈ આંકડો નથી આપ્યો, પરંતુ એમ મનાઈ રહ્યું છે કે, જો દાવો બ્લેકબેરી જીતી જાય તો ફેસબુક અને વ્હોટ્સએપને મોટી ચૂકવણી કરવી પડે.

   બ્લેકબેરીનું કહેવું છે કે, એવા કેટલાક ફીચર્સ છે કે જે ફેસબુકે પોતાના નામે ચઢાવી દીધા છે. જેમાં ઈનબોક્સમાં મલ્ટિપલ ઈનકમિંગ મેસેજ બતાવવા, અનરીડ મેસેજનું ઈન્ડિકેટર ટોપમાં બતાવવું, ફોટો ટેગ અને દરેક મેસેજની બાજુમાં દેખાતો ટાઈમ.. તમામ ફીચર્સ બ્લેકબેરી મેસેન્જરના હતા, જેની ફેસબુક, વ્હોટ્સએપે બેઠી કોપી કરી છે.

    ફેસબુકના ડેપ્યુટી જનરલ સાઉન્સલ પોલ ગ્રેવલનું કહેવું છે કે, બ્લેકબેરીએ દાખલ કરેલો કેસ તેના હાલના મેસેજિંગ બિઝનેસની જે સ્થિતિ છે તે દર્શાવે છે. બ્લેકબેરીએ તેમાં ઘણા સમયથી લેટેસ્ટ અપડેટ્સ આપવાનું બંધ કરી દીધું છે અને તે બીજાના સંશોધનોમાંથી આર્થિક લાભ મેળવવા પ્રયાસ કરી રહી છે. ફેસબુક તેને સામી લડત આપવા માટે તૈયાર છે.

ફેસબુકે મામલે જે નિવેદન આપ્યું છે તેનાથી તો સ્પષ્ટ થઈ ગયું છે કે, તે નમતું જોખવાના મૂડમાં જરાય નથી. બ્લેકબેરીએ પણ જે તેવર બતાવ્યા છે તેનાથી તે પણ પાછી પાની કરવા તૈયાર નથી તે સ્પષ્ટ દેખાય છે. તેવામાં હવે બંને કંપનીઓ વચ્ચે મોટી કાયદાકીય લડાઈ થશે તે નક્કી છે.

2017માં બ્લેકબેરી નોકિયા સામે પણ કેસ કરી ચૂકી છે. કંપનીનો આરોપ હતો કે નોકિયાએ તેની પરવાનગી લીધા વગર તેના અનેક સંશોધનોનો ઉપયોગ કર્યો છે. મોબાઈલ પ્રોસેસર કંપની ક્વાલકોમ સામે કરેલા કેસમાં પણ બ્લેકબેરીને જીત મળી હતી. કેસમાં ક્વાલકોમે બ્લેકબેરીને 940 મિલિયન ડોલર આપીને સમાધાન કર્યું હતું.

(12:00 am IST)
  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST

  • માળીયા મિંયાણામા પાણીની ભારે તંગી : એક બેડા માટે ૩ કિ.મી. દૂર રઝળપાટ : મહિલાઓ અને પુરૂષોએ સાથે પીવાના પાણી ભરવા જવુ પડે છે : ઉનાળાના પ્રારંભે જ વિકટ પરિસ્થિતિ access_time 5:54 pm IST