Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ખેડૂત આંદોલન : સુપ્રીમમાં ૧૧ જાન્‍યુઆરીએ સુનાવણી

સરકારના વલણથી ખેડૂતોમાં આક્રોશ : કુંડલી બોર્ડર પર કાલે સંયુક્‍ત કિશાન મોરચાની બેઠક

હરિયાણા તા. ૯ : કૃષિ કાયદો રદ્દ કરવાની માંગ અંગે આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્‍ચે વાતચીતનો ઉકેલ ના આવતા ખેડૂતોએ તેમની બેઠકની તારીખ નક્કી કરી દીધી. કુંડલી બોર્ડર ૧૦ જાન્‍યુઆરીએ સંયુક્‍ત ખેડૂત મોરચાની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સરકારના વલણની ચર્ચા કરાશે. તેના પછીના દિવસે ૧૧ જાન્‍યુઆરીએ સુપ્રીમમાં સુનાવણી છે.

બીજી બાજુ સરકારનું વલણ જોઇને ખેડૂત નિર્ણય કરશે. સરકાર ૨૬ જાન્‍યુ. પરેડના એલાનને જોઇને કોઇ પણ રીતે ખેડૂત નેતાઓને મનાવામાં લાગ્‍યા છે. જ્‍યારે ખેડૂત પાછળ હટવા તૈયાર નથી.

ભારતીય કિસાન યુનિયન અંબાવતા રાષ્‍ટ્રીય મહાસચિવ શમશેરસિંહ દહિયા મુજબ ખેડૂત સંગઠનોને વિશ્વાસ છે કે સુપ્રીમ ખેડૂતોના હકમાં નિર્ણય લેશે. હવે ખેડૂતોને સુપ્રીમના નિર્ણયની રાહ છે.

(3:22 pm IST)