Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

IPL -2020 : પંજાબને 69 રનથી સનરાઈઝર્સ હૈદરાબાદે હરાવ્યું :પંજાબની પાંચમો પરાજય

201 રણના જવાબમાં પંજબ 16,5 ઓવરમાં 132 રન પર સમેટાઈ ગઈ : જોની બેયરસ્ટોએ સૌથી વધારે 97 રન અને ડેવિડ વોર્નરે 51 રન ફટકાર્યા

મુંબઈ : આઈપીએલ સીઝન 13માં 22ની ટક્કરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઈલેવન પંજાબને 69 રનથી હરાવ્યુ છે. ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ખોઈને 201 રન બનાવ્યા અને કિંગ્સ ઈલેવન પંજાબને જીત માટે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ 16.5 ઓવરમાં 132 રન પર સમેટાઈ ગઈ હતી. કિંગ્સ ઈલેવન પંજાબ માટે નિકોલસ પૂરન(77)ને છોડીને કોઈએ પણ બેટીંગમાં ચાલ્યા નહોતા. વોર્નર અને બેયરસ્ટોની જોડીએ સનરાઈઝર્સ હૈદરાબાદને તોફાની શરૂઆત આપતા 100થી વધારે રનોની ભાગદારી આપી હતી. પાવરપ્લે પૂર્ણ થવા સુધીમાં હૈદરાબાદનો સ્કોર 58/0 હતો.

IPLની 22મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિગ્ઝ ઈલેવન પંજાબ વચ્ચે રમાય રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા, પંજાબને જીત માટે 202 રનનો લક્ષ્‍ય આપ્યો.

સનરાઈઝર્સ હૈદરાબાદ માટે જોની બેયરસ્ટોએ સૌથી વધારે 97 રન બનાવ્યા. જ્યારે કપ્તાન ડેવિડ વોર્નરે 52 રનની ઈનિંગ રમી. વોર્નર અને બેયરસ્ટોએ પહેલી વિકેટ માટે 160 રનની ભાગીદારી નોંધાવી. તે સિવાય કેન વિલિયમસને 20 રન બનાવ્યા. હતા

વિશાળ સ્કોરનો સામનો કરતાં ઉતરેલી પંજાબની આશા અનુસાર શરૂઆત રહી. તે પહેલો ઝટકો ટૂર્નામેન્ટમાં સદી ફટકારનાર મયંક અગ્રવાલ (9)ના રૂપમાં લાગી. તેમણે ડેવિડ વોર્નરના સટીક થ્રો પર ખલીલ અહમદે રન આઉટ કર્યા. ત્યારબાદ પોતાની મેચ રહેલા પ્રભસિમરન (11)ના ખલીલ અહમદના બોલ પર પ્રિયમ ગર્ગએકેચ કર્યો તો કેપ્ટન કેએલ રાહુલ (11)ને અભિષેક શર્માએ વિલિયમસનના હાથે કેચ કરતાં ટીમનો સ્કોર 3 વિકેટ પર 58 રન રહ્યો હતો.

કેએલ રાહુલના આઉટ થયા બાદ આક્રમક જવાબદારી નિકોલસ પૂરને સંભાળ્યો અને 9મા ઓવર કરવામાં આવેલા અબ્દુલ સમદને 4 સિક્સર અને એક ચોગ્ગો ફટકારતાં માત્ર 17 બોલમાં હાફ સેન્ચુરી પુરી કરી. આ સીઝનની સૌથી ફાસ્ટ ફિફ્ટી છે. સમદની આ ઓવરમાં 28 રન બનાવ્યા. જોકે એકતરફ જ્યાં પૂરન રન ફટકાર્યા તો મેક્સી પાસે પણ આશા હતી, પરંતુ તે માત્ર 7 રનના અંગત સ્કોર પર રન આઉટ થઇ ગયાહતા 

(12:25 am IST)