Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

આરજેડીના દિવંગત નેતા રઘુવંશ પ્રસાદ સિંહના દીકરા સત્યપ્રકાશસિંહ જેડીયુંમાં જોડાઈ ગયા

જેડીયુના પ્રદેશ અધ્યક્ષ વરિષ્ઠ નારાયણની હાજરીમાં જેડીયુમાં સામેલ

 

બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદથી ત્યાં રાજકિય ધમાસાણ ચાલી રહ્યું છે.બિહારની બે મુખ્ય પાર્ટીઓ જેડીયુ અને આરજેડી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે આરજેડીના દિવંગત નેતા રઘુવંશ પ્રાસદના દીકરા સત્યપ્રકાશ સિંહ જેડીયુમાં જોડાયા છે. ગુરુવારે જેડીયુના પાર્ટી કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેડીયુના પ્રદેશ અધ્યક્ષ વરિષ્ઠ નારાયણની હાજરીમાં તેમણે જેડીયુમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે.

 મીડિયાને સંબોધિત કરતા સત્યપ્રકાશ સિંહે જણાવ્યું કે મારા પિતાજી હંમેશા કહેતા હતા કે કોઇ પણ પરિવારનો એક સભ્ય રાજનીતિમાં હોવો જોઇએ, તે સમાજવાદ છે. તેમણે જણાવ્યું કે રાજનીતિમાં આવવાની તેમની કોઇ યોજના નહોતી. પરંતુ પિતાજીના આક્સમિક મૃત્યુ બાદ હું રાજનીતિમાં આવ્યો છે. કારણ કે તેઓ પોતાના પિતાના અધુરા રહેલા કામોને પુરા કરવા માંગે છે. તેમણે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ઉપર નિશાન સાધતા કહ્યું કે પાર્ટીની અંદર તેમની ઘણા સમયથી ઉપેક્ષા થઇ રહી હતી. પિતાજીએ મૃત્યુ સમયે જે પત્ર લખ્યો હતો તેમાં ઇશારો કર્યો હતો કે હું રાજનીતિમાં આવું.

આગળ તેમણે જણાવ્યું કે હું પ્રયત્ન કરીશ કે પિતાજીના બાકી રહેલા કામોને પુરા કરી શકું. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં રઘુવંશ પ્રસાદ સિંહે અચાનક પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું હતું. તે સમયે તેઓ દિલ્હીના હોસ્પિટલમાં એડમિટ હતા. ત્યારબાદ તેમનું નિધન થયું હતું.

 

(12:09 am IST)