Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

બિઝનેસમેને દુબઇમાં ભારતીય ધ્વજની સાથે સ્કાય ડાઇવિંગ કર્યું

ફ્રન્ટલાઇન યોદ્ધાઓના સન્માન માટે સ્કાય ડાઇવીંગ : મૂળ ગુજરાતના ૨૯ વર્ષના શખ્સે દુબઈની પામ ડ્રોપ ઝોનમાં ભારતીય ધ્વજને લહેરાવતા સ્કાય ડાયવીંગ કર્યું

દુબઈ,તા.૮ : કોવિડ મહામારીમાં ડોક્ટરો, નર્સો સહિત ફ્રન્ટલાઇન યોદ્ધાઓ દ્વારા જીવની પણ ચિંતા કર્યાં વગર સેવા બજાવવા બદલે આભાર વ્યક્ત કરવા મૂળ ગુજરાતી ૨૯ વર્ષના દુબઈની પામ ડ્રોપ ઝોનમાં ઊંચી જગ્યાએથી ભારતીય ધ્વજને લહેરાવતા સ્કાય ડાયવીંગ કર્યું હતું. ભારત સહિત વિશ્વભરમાં ફેલાયેલા કોવિડ-૧૯ રોગચાળાને લીધે લાખો લોકો એ જીવ ગુમાવ્યાં છે. અને કરોડો લોકોએ યાત્નાદાયક સમય પસાર કર્યોં છે. તેવા  સમયે ભારતીય ડોક્ટરો, નર્સોં, તબીબી સહાયક કર્મચારીઓએ પ્રથમ હરોળમાં આગળ વધીને સેવા બજાવી દેશ સેવાના કાર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા મૂળ ગુજરાતમાં જન્મેલા અને દુબઇ વસેલા ૨૯ વર્ષના બીઝનેસમેન મોહંમદ રશીદ ખાને દુબઇની પામ ડ્રોપ ઝોન બિલ્ડીંગની શક્ય એટલી ઉંચાઇ થી સ્કાય ડાયવીંગ ભારતીયધ્વજ સાથે કર્યું હતું. દુબઈ સ્થિત ભારતીય બિઝનેસ મેન મોહંમદ રાશીદ ખાને જણાવ્યું હતું કે હું બહાદુરીથી લડતા અને પોતાનો જીવ આ કોરોનાકાળમાં ગુમાવ્યો છે તેવા બધા પ્રત્યે મારો પ્રેમ અને આદર દર્શાવવા માંગતો હતો. સંકટ દરમીયાન ફ્રન્ટલાઇન વોરિયરને સલામ આપવા ભારતીય ધ્વજ લહેરાવવાથી વધુ સારી કઇ બાબત હોઇ શકે. તેમના પ્રત્યેનો મારો પ્રેમ અને આદર દર્શાવતા માટે મને ગર્વ છે. આ વાસ્તવિક જીવનના સુપર હિરોને જેટલી સલામી આપીએ તેટલી ઓછી છે.

(9:50 pm IST)