Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મુંબઈ પોલીસે TRP રેકેટ પકડી પડ્યું : બેની ધડકડ કરાઇ : રૂપીયા આપી TRP વધારવામા આવતી હોવાની ચર્ચા ૩ ચેનલ શંકાના ઘેરામા : ચેનલની તપાસ થઈ રહી છે.

મુંબઈ : અહીંની પોલીસે TRP રેકેટ પકડી પડ્યું છે. આ અંગે પોલિસે બેની ધડકડ કરી છે. રૂપીયા આપી TRP વધારવામા આવતી હોવાની ચર્ચા થઈ રહી છે.અને આ કાંડમા ૩ ચેનલ શંકાના ઘેરામા હોય આ ચેનલોની તપાસ થઈ રહી છે આ અંગેની વિગતો જોઈએ તો

મુંબઈ પોલીસે ગુરુવારે ફેક TRP કાંડનો દાવો કરતા જણાવ્યું કે રિપબ્લિક ટીવી (Republic TV) સહિત 3 ચેનલ રૂપિયા આપી ટીઆરપી ખરીદતી હતી. આ ચેનલની તપાસ થઇ રહી છે. જ્યારે ફેક ટીઆરપીના કેસમાં અત્યાર સુધી બેની ધરપકડ પણ થઇ ચુકી છે.

મુંબઈ પોલીસે જણાવ્યું કે અમને એવી માહિતી મળી કે પોલીસ વિરુદ્ધ ફેક પ્રોપેગેંડા ચલાવવામાં આવી રહ્યુ છે. ફોલ્સ ટીઆરપીને લઇને ક્રાઇમ બ્રાન્ચે એક નવા રેકેટનો ખુલાસો કર્યો છે. (Republic TV)

જોકે આ સંબંધમાં રિપબ્લિક ટીવી (Republic TV)એ પ્રેસ રિલીઝ જારી કરી જણાવ્યું કે તેના પર પોલીસ કમિશનરે ખોટા આરોપ લગાવ્યા છે કારણ કે રિપબ્લિક ટીવીએ સુશાંત સિંહ કેસમાં તેમનાથી ઘણાં પ્રશ્ન કર્યા હતા. રિપબ્લિક ટીવી પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ માનહાનીનો કેસ કરશે.

ડેટા સાથે છેડછાડ

કમિશનરે જણાવ્યું કે 30થી 40 હજાર કરોડ રૂપિયાની જાહેરાત ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવે છે, અને ટીઆરપીના આધારે જ જાહેરાતની કિંમત નક્કી થાય છે. તેની મોનિટરિંગ કરવા માટે એક સંસ્થા છે BARC. જેણે આ બૈરોમીટરની દેખરેખ માટે એક કરાર કર્યો છે.

પોલીસે જણાવ્યું કે હંસા નામની કંપનીના કેટલાક પૂર્વ કર્મચારી કેટલીક ચેનલો સાથે આ ડેટા સાથે છેડછાડ કરી રહ્યા હતા. તેઓ ડેટામાં હેરફેર કરવામાં સામેલ હતા. તેઓ કેટલાક ઘરોમાં કેટલીક ચેનલોને રાખવા માટે કહેતા હતા ભલે તેઓ ઘરે હોય કે ના હોય. પોલીસ મુજબ કેટલાક મામલામાં એ પણ જાણવા મળ્યું કે અશિક્ષિત લોકોના ઘરોને અંગ્રેજી ચેનલ જોવા માટે કહેવામાં આવ્યું હતુ.

પોલીસે જણાવ્યું કે અમે આ કેસમાં અત્યાર સુધી 2 લોકોની ધરપકડ કરી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને અમને તેમની કસ્ટડી મળી ગઈ છે. પોલીસે જણાવ્યું કે આરોપી કેટલાક પરિવારને લાંચ આપતા હતા અને તેમને તેના ઘરે કેટલીક ચેનલો ચાલુ રાખવા માટે કહેતા હતા.

એક આરોપીના 28.5 લાખ જપ્ત કરાયા: પોલીસ

પોલીસ કમિશનરે જણાવ્યું કે એક આરોપી પાસેથી 20 લાખ રૂપિયા જપ્ત કર્યા છે જ્યારે બેંક લોકરમાં 8.5 લાખ રૂપિયા મળ્યા છે. પોલીસને પુરાવા સાથે 3 એવી ચેનલ મળી છે જે તેમા સામેલ હતા. 3માંથી 2ના નામ છે ફખત મરાઠી અને બોક્સ સિનેમા. આ બંને નાના ચેનલ છે. આ ચેનલોના માલિકોને અટકાતમાં લેવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે અમે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ત્રીજી ચેનલ રિપબ્લિક ટીવી છે. આ સંબંધમાં જે ગ્રાહકો સાથે સંપર્ક કરવામાં આવ્યો, તેમણે સ્વીકાર કર્યો કે તેમને રિપબ્લિક ચેનલ જોવા માટે રૂપિયા આપવામાં આવ્યા હતા. તેમણે તેમના નિવેદન પણ નોંધાવી દીધા છે.

પોલીસે જણાવ્યું કે BARC એનેલેટિક્સે રિપબ્લિક ટીવી પર શંકા વ્યક્ત કરી છે. આ હેરફેરમાં રિપબ્લિક ટીવીના પ્રમોટર્સ સામેલ હોઇ શકે છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે. હેરફેરની સંભાવના દેખાઇ રહી છે. હવે આ જાહેરાત આપનાર લોકોથી પૂછપરછ કરવામાં આવશે કે શું તેઓ તેના શિકાર થયા હતા કે તેઓ રેકેટના ભાગ હતા. કેટલાક લોકોને તેના માટે રૂપિયા પણ આપવામાં આવી રહ્યા હતા.

(9:26 pm IST)