Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પાકિસ્તાનમાં ડૉન દાઉદની લવર્સ એક્ટ્રેસ મેહવીશના અશ્વલીલ ડાન્સ સાથે એક બિસ્કિટની જાહેરાત સામે ઉહાપો : જાહેર નામુ બહાર પાડીને આ જહેરખબરનું પ્રસારણ અટકાવી દીધું

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હવે એક બિસ્કિટની જાહેરાતથી બબાલ મચ્યો છે. જેમાં ડોન દાઉદની કથિત લવર્સ એકટ્રેસ મેહવીશ હયાત )ના ડાન્સ સામે સવાલો ઊભા થઇ રહ્યા છે. વીડિયોમાં મેહવીશના ડાન્સને કોટલાક લોકો અને મંત્રી પણ મુજરો ગણાવી રહ્યા છે. વિરોધ થતાં થોડા સમયમાં જ તમામ પ્લેટફોર્મ પર એડના પ્રસારણ પર પ્રતિબંધ મકી દેવાયો.

લોકો પાકિસ્તાનમાં ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી ની ભૂમિકા પર સવાલો કરી રહ્યા છે. દબાણ વધતા પેમરાએ પણ નિવેદન બહાર પાડી કહેવું પડ્યું કે એડવર્ટાઇઝિંગ એસોસિએશન એને એડવર્ટાઇઝિં સોસાયટીએ જાહરાતના કન્ટેન્ટ અંગે વિચારવું જાઇએ.  એક જાહેરનામુ બહાર પાડી જાહેરાતના તમામ પ્લેટફોર્મ પર પ્રસારણ અટકાવી દીધું.

બિસ્કિટ માટે શૂટ કરાયેલી જાહેરાતમાં પાકિસ્તાની અભિનેત્રી મેહવીશ હયાત (Mehwish Hayat) પાક.ની પારંપરકિ વેશભૂષામાં દેખાય છે. તેની આસપાસ ડાન્સ કરતા અન્ય જૂનિયરો રંગબેરંગી પરિધાનમાં દેખાય છે. વીડિયોમાં એક ગીતની ધૂન પર મેહવીશ સહિત તમામ કલાકારો નાચતા-ગાતા અને હંસતા મસ્તીમાં ઝૂમી રહ્યા છે.

એક ગ્રુપ વીડિયોને અશ્લીલ ગણાવી રહ્યું છે

જો કે આ વીડિયો બહાર પડતા જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરુ થઇ ગઇ છે. એક ગ્રુપ જ્યાં આ જાહેરાતને અશ્લીલ ગણાવે છે. તો બીજુ ગ્રુપ તેને જોરદાર જવાબ આપી રહ્યું છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનમાં હવે કલાકારોની સ્વતંત્રતા પણ સુરક્ષિત નથી. થોડા દિવસો પહેલાં મેહવીશ સોશિયલ મીડિયા પર ડોન દાઉદની લવર્સ તરીકે પણ ચર્ચામાં હતી.

જ્યારે વીડિયોને અશ્લીલ ગણાવતા સોશિયલ મીડિયાના એક યુઝરે લખ્યું કે, બિસ્કિટ વેચવા માટે હવે ટીવી ચેનલ્સ પર મુજરો દેખાડવો પડશે. પ્રેમરા નામની કોઇ સંસ્થા પાક.માં છે? શું ઇમરાન ખાનની સરકાર આ મામલે કોઇ કાર્યવાહી કરશે? શું પાકિસ્તાન ઇસ્લામના નામે નહતું બન્યું?

(9:12 pm IST)