Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સજાતીય સબંધ ધરાવતા દંપતીને પણ સ્પેશિઅલ મેરેજ એક્ટ લાગુપાડવા દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન દાખલ : બંધારણની કલમ 21 મુજબ દરેક વ્યક્તિને પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો અધિકાર છે : 8 વર્ષનું દામ્પત્ય જીવન ધરાવતા સજાતીય દંપતીની અરજ

ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટમાં સજાતીય સબંધ ધરાવતા દંપતીને પણ વિજાતીય સબંધ ધરાવતા દંપતીની માફક જ સ્પેશિઅલ મેરેજ એક્ટ 1954  લાગુ પાડવા માટેની પિટિશન દાખલ કરાઈ છે.
8 વર્ષનું દામ્પત્ય જીવન ધરાવતા સજાતીય દંપતીએ દાખલ કરેલી પિટિશનમાં જણાવ્યા મુજબ સજાતીય સબંધ ધરાવતા દંપતીને પણ આ એક્ટ લાગુ ન પાડવો  તે બાબત ગેરબંધારણીય ગણાય .
સજાતીય સબંધ ધરાવતા આ દંપતીએ ગયા વર્ષે પોતાના લગ્નની નોંધણી કરાવવા સાઉથ ઇસ્ટ દિલ્હી મેરેજ રજીસ્ટ્રેશન ઓફિસનો સંપર્ક સાધ્યો હતો જ્યાં તેમની માંગણી ઠુકરાવીઃ હતી. પિટિશનરના મતે ભારતીય બંધારણની કલમ 21 મુજબ દરેક વ્યક્તિને પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો અધિકાર છે. ઉપરાંત દંપતીએ ફોરેન મેરેજ એક્ટ 1969 પણ લાગુ કરવા દાદ માંગી છે. આગામી સુનાવણી 14 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:13 pm IST)