Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

બિહાર ચૂંટણી : લોજપાના 42 ઉમેદવારોની યાદી જાહેર : ભાજપમાંથી આવેલા છ નેતાઓને ટિકિટ

પટના : બિહારમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે,લોકજન શક્તિ પાર્ટીએ 42 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં સૌથી મોટી વાત તો એ છે કે, તેમાં છ નામ એવા છે. જે ભારતીય જનતા પાર્ટીમાંથી આવીને લોજપામાં સામેલ થયા હતા. જેમાંથી રાજેન્દ્ર સિંહને દિનારાથી, રામેશ્વર ચૌરસિયાને સાસારામ, ઈંદ્ર દેવી કશ્યપને જહાનાબાદ, રવિન્દ્ર યાદવને ઝાઝા, અમરપુરમાંથી મૃણાલ શેખર અને ઉષા વિદ્યાર્થીને પાલીગંજમાંથી ટિકિટ આપવામાં આવી છે.

 ઉમેદવારોમાં શેખપુરા-ઈમામ ગજાલી,ડુમરાવ-અખિલેશ કુમાર સિંહ,કરગહર-રાકેશ સિંહ ઉર્ફ ગબરૂ સિંહ,બેલહર-અર્ચના કુમાર ઉર્ફ બેબી યાદવ,સિકંદરા-રવિશંકર પાસવાન (અનામત),ચેનારી-ચંન્દ્રશેખર પાસવાન (અનામત),ઝાઝા-ડૉ.રવિન્દ્ર યાદવ,તારાપુર-મીના દેવી,કુટુમ્બા-સરુણ પાસવાન (અનામત),બરબીધા-ડૉ. મધુકર કુમાર,અગરપુર-મૃણાલ શેખર,ચકાઈ-સંજય કુમાર મંડલ,સંદેશ-શ્વેતા સિંહ,બારાબટ્ટી-રેણુકા દેવી (અનામત),ગોવિંદપુર-રણજીત યાદવ,નવાદા-શશિ ભૂષણ કુમાર,મોકામા-સુરેશ સિંહ નિષાદ,સૂર્યગઢા-રવિશંકર પ્રસાદ ઉર્ફ અશોક સિંહ, મસૌઢી-પરશુરામ કુમાર (અનામત),રફીગંજ-મનોજ સિંહ,નોખા-કૃષ્ણ કબીર,જગદીશપુર-ભગવાન સિંહ કુશવાહ,કુર્થા-ભુવનેશ્વર પાઠક,બેલાગંજ-રામાશ્રય શર્મા,રાજપુરા-નિર્ભય કુમાર (અનામત),અતરી- અરવિંદ કુમાર સિંહ,દિનારા-રાજેન્દ્ર સિંહ,બ્રહ્મપુર-હુલાસ પાંડેય,પાલીગંડ-ઉષા વિદ્યાર્થી,ધૌરૈયા-દીપક કુમાર પાસવાન,ઈમાકગંજ-શ્રીમતી શોભા,શેરઘાટી- મુકેશ કુમાર યાદવ,જમાલપુર-દુર્ગેશ કુમાર સિંહ,ટિકારી-કમલેશ શર્મા,અગિગાંવ-રાજેશ્નર પાસવાન (અનામત),સાસારામ- રામેશ્વર ચૌરસિયા,જહાનાબાદ-ઈંદૂ દેવી કશ્યપ,સુલ્તાનગંજ-નીલમ દેવી ઓબરા-ડૉય પ્રકાશ ચંદ્ર,નવીનગર-વિજય કુમાર સિંહ,ધોસી-રાકેશ કુમાર સિંહ,મખદુમપુર- રાની કુમારી(અનામત) ટિકિટ અપાઈ છે

લોજપાએ બિહાર પ્રદેશ અધ્યક્ષ પ્રિન્સ રાજે કહ્યુ હતું કે, તેમની પાર્ટી પ્રધાનમંત્રી મોદીના નામનો ઉપયોગ કરશે. કારણ કે, તેઓ દરેકના વડાપ્રધાન છે અને તેમની કાર્યશૈલી બધા જાણે છે.જો કે, ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ કહ્યુ છે કે, બિહાર ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહનું નામ લઈ ચૂંટણી પ્રચાર કરવો નહીં. મત પણ માગવા નહીં.

(7:10 pm IST)