Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ચીને ભારતીય મીડિયાને આપેલી સલાહ સામે તાઇવાને જડબાતોડ જવાબ આપ્‍યો

નવી દિલ્હી: ચીની દૂતાવાસે એક પત્ર ભારતીય મીડિયાના  નામે બહાર પાડીને કહ્યું કે ભારતીય મીડિયા વન ચાઈના પોલીસીને સ્વીકારે. પરંતુ જ્યારે આ વાત તાઈવાનને ખબર પડી તો તેણે ચીનને આંખ ફેરવીને કહી દીધુ કે 'ભાડમાં જાઓ'. વાત જાણે એમ હતી કે ચીન તાઈવાનને પોતાનો ભાગ ગણે છે અને ભારત સરકારની અધિકૃત લાઈન પણ એ જ છે. પરંતુ આ 'અધિકૃત લાઈન' યાદ કરાવવું તેને ભારે પડી ગયું.

તાઈવાનના વિદેશમંત્રીનો જબરદસ્ત પલટવાર

તાઈવાનના વિદેશ મંત્રાલયએ ટ્વીટ કરીને કહ્યું કે ભારત આ ધરતી પર સૌથી મોટું  લોકતંત્ર છે, જ્યાં જીવંત પ્રેસ અને આઝાદી પસંદ લોકો છે. પરંતુ એવું લાગે છે કે કમ્યુનિસ્ટ ચીન સેન્સરશીપ થોપીને ઉપમહાદ્વીપમાં ઘૂસવા માંગે છે. તાઈવાનના ભારતીય મિત્રોનો એક જ જવાબ હશે- 'ભાડમાં જાઓ'. વાત જાણે એમ છે કે 10 ઓક્ટોબરના રોજ તાઈવાનનો રાષ્ટ્રીય દિવસ છે. ચીન તેને પોતાનો ભાગ ગણે છે અને ઈચ્છે છે કે સમગ્ર દુનિયા તેને ચીનના ભાગ તરીકે જ સ્વીકારે.

ચીની દૂતાવાસનું નિવેદન

ચીનના વિદેશ મંત્રાલય તરફથી ભારતીય મીડિયા માટે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે, 'તાઈવાનના આગામી કથિત રાષ્ટ્રીય દિવસ અંગે ભારતમાં ચીની દૂતાવાસ પોતાના મીડિયા મિત્રોને યાદ અપાવવા ઈચ્છે છે કે દુનિયામાં ફક્ત એક જ ચીન છે અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના સરકાર જ સમગ્ર ચીનનું પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર સરકાર છે. તાઈવાન ચીનનો અભિન્ન હિસ્સો છે. ચીની દૂતાવાસે નિવેદનમાં આગળ કહ્યું છે કે ચાઈનાના કૂટનીતિક સંબંધોવાળા તમામ દેશોએ વન ચાઈના પોલીસી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનું દૃઢતાથી સન્માન કરવું જોઈએ. ભારત સરકારનું પણ લાંબા સમયથી આ જ અધિકૃત વલણ રહ્યું છે.'

(4:54 pm IST)