Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટ-૨૦૨૦

સતત ૧૩માં વર્ષે મુકેશ અંબાણી સૌથી શ્રીમંત ભારતીય

ટોપ-૧૦૦ શ્રીમંતોની સંપત્તિ ૧ વર્ષમાં ૧૪ ટકા વધી : યાદીમાં ૯ નવા ચહેરા : બીજા ક્રમે ગૌતમ આદાણી : ત્રીજા ક્રમે શિવ નાડાર

નવી દિલ્હી તા. ૮ : કોરોનાકાળમાં દેશની આર્થિક સ્થિતિ ભલે હિલોળા ખાતી હોય પરંતુ અરબપતિઓની સંપત્તિ પર તેની કોઇ અસર જોવા મળી નથી. અમેરિકાની મેગેઝીન ફોર્બ્સના જણાવ્યા મુજબ દેશના ટોપ ૪ અરબપતિઓની સંપત્તિમાં ભારે ઉછાળો આવ્યો છે. ફોર્બ્સની લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ચેરમેન મુકેશ અંબાણી એકવાર ફરી ટોપ પર રહેલા છે. તેની સંપતિ ૮૮.૭ અરબ ડોલર છે. સતત ૧૩માં વર્ષે પણ મુકેશ અંબાણી ટોચ પર યથાવત છે.

મુકેશ અંબાણી બાદ બીજા નંબર પર ગૌતમ અદાણી છે તેની સંપતિ ૨૫.૨ અરબ ડોલર છે. ત્રીજા નંબરે આઇટી કંપની એચસીએલના શિવ નાડારનું નામ સામેલ છે તેની સંપત્તિ ૨૦.૪ અરબ ડોલર છે. ચોથા નંબર પર ડીમાર્ટના માલિક રાધાકિશન દમાણી છે. દમાણીની સંપત્તિ ૧૫.૪ અરબડોર છે. પાંચમાં નંબરે હિન્દુજા બ્રધર્સનું નામ સામેલ છે તેની સંપત્તિ ૧૨.૮ અરબ ડોલર છે.

છઠ્ઠા નંબર પર સાઇરસ પુનાવાલા, સાતમાં હમે પાલોનજી મિસ્ત્રી છે. આઠમાં નંબરે ઉદય કોટકનું નામ સામેલ છે. ઉદય કોટકની સંપત્તિ ૧૧.૩ અરબ ડોલર છે. બીજી બાજુ નવમાં સ્થાન પર ગોદરેજ ફેમીલીને જગ્યા મળી છે. તેની સંપત્તિ ૧૧ અરબ ડોલર છે. દસમાં નંબર પર લક્ષ્મી મિત્તલ છે તેની સંપત્તિ ૧૦.૩ અરબ ડોલર છે.

આ વર્ષે ફોર્બ્સની લિસ્ટમાં અનેક નવા સામેલ થયા છે. તેમાં સંજીવ બિકચંદાની, રિલેકસો ફુટવેરના રમેશકુમાર અને મુકુંદ લાલ દુઆ, જીઆરટી જવેલર્સના કે.જી.રાજેન્દ્ર સામેલ છે. આ ઉપરાંત વિનોદ સરોફા, ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગોઇ, પ્રેમચંદ ગોધા, અરૂણ ભારત રામ અને આર.જી.ચંદ્રમોર્ગન પણ ફોર્બ્સની લિસ્ટમાં સામેલ થયા છે.

(3:47 pm IST)