Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

SBIના ૪૫ કરોડ ગ્રાહકો માટે ખુશખબરઃ મહિનાના એવરેજ બેલેન્સમાં ઘટાડોઃ પેનલ્ટીમાં પણ રાહત

હવે મેટ્રો અને અર્બન સિટી માટે મંથલી એરવેજ બેલેન્સ ૩૦૦૦ હજાર રૂપિયા અને રૂરલ એરિયા માટે તે ૧૦૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે

નવી દિલ્હી, તા.૮: જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ મેટ્રો અને રૂરલ એરિયા માટે મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી દીધી છે. હવે મેટ્રો અને અર્બન સિટી માટે મંથલી એરવેજ બેલેન્સ ૩૦૦૦ હજાર રૂપિયા અને રૂરલ એરિયા માટે તે ૧૦૦૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ સાથે મિનિમમ બેલેન્ટ મેન્ટેન ન કરવા પર લાગતા ચાર્જને પણ ઘટાડી દીધો છે.

એસબીઆઈના નવા નિયમનો ફાયદો આશરે ૪૫ કરોડ ગ્રાહકોને મળશે. સામાન્ય રીતે મિનિમમ બેલેન્ટ મેન્ટેન ન કરવા પર ૫-૧૫ રૂપિયાનો ચાર્જ અને જીએસટી અલગથી લાગતું હતું. એસબીઆઈએ એપ્રિલ ૨૦૧૭માં મિનિમમ એવરેજ બેલેન્જ ચાર્જ લાગૂ કર્યો હતો.

મેટ્રો સિટીની વાત કરીએ તો મિનિમમ બેલેન્સમાં ૫૦ ટકા ઘટપા પર દંડના રૂસમાં ૧૦ રૂપિયા અને જીએસટી લાગશે. જો તેમાં ૫૦-૭૫ ટકાનો ઘટાડો થાય તો ચાર્જ ૧૨ રૂપિયા અને જીએસટી લાગશે. જો એકાઉન્ટ હોલ્ડરનું બેલેન્સ ૭૫ ટકાથી વધુ દ્યટે તો ફાઇનના રૂપમાં ૧૫ રૂપિયા અને જીએસટી લાગશે.

૧ ઓકટોબરથી રેમિટેન્સ પર TCS

આ સિવાય ૧ ઓકટોબરથી ટેકસ કલેકટેડ એટ સોર્સ ને પણ લાગૂ કરવામાં આવ્યું છે. આ હેઠળ એક નાણાકીય વર્ષમાં ૭ લાખથી વધુ રેમિટેન્સ મોકલવા પર તેને લાગૂ કરવામાં આવશે. પરંતુ તેમાં એજયુકેશન લોન સંબંધી પેમેન્ટ સામેલ નથી. વિદેશ ફરવાના ઈરાદાને લઈને મોકલાતા પૈસા પર ટીસીએસ વસૂલ કરવામાં આવશે. આ અમાઉન્ટ જો સાત લાખથી ઓછી હશે ત્યારે પણ ટીસીએસ લાગૂ થાય છે.

(3:47 pm IST)