Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

દિલ્હીમાં પોલીસ-ગેંગ વચ્ચે ધાણી ફૂટ ગોળીબાર

મોટી સંખ્યામાં હથિયારો, બુલેટ પ્રુફ હેલ્મેટ્સ, બુલેટ પ્રુફ જેકેટ્સ વગેરે મળ્યા

નવી દિલ્હીઃ રાજધાનીના બેગમપુર વિસ્તારમાં સવારે સ્પેશિયલ સેલ અને લરેન્સ બિશ્નોઇ ગેંગ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ૪ આરોપીઓને ગોળી લાગી હતી. બન્ને વચ્ચે અંદાજીત ૫૦ ગોળીઓનો સામે સામે ધમધમાટ થયો હતો. આ દરમિયાન ૪ આરોપીઓને ઝડપી લેવાયા છે હાલ આરોપી હોસ્પિટલમાં દાખલ છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો, બુલેટ પ્રૂફ હેલ્મેટ્સ, બુલેટ પ્રૂફ જેકેટ્સ વગેરે મળી આવ્યા છે.

તેમની વિરૂદ્ઘ હત્યા, હત્યાનો પ્રયાસ, ગોળીબાર, ગેરવસૂલી, લૂંટના ગુનાહમાં સંડોવાયેલા છે. તે રોહિણી થઈને હરિયાણામાં તેના ગેંગ વિરોધના વ્યકિતની હત્યા કરવાના ઇરાદે આવ્યા હતા.

આરોપી પાસેથી ચાર ઓટોમેટિક પિસ્તોલ, ૫૦ જીવંત કારતુસ,  બે દેશી કટસ, ૧૦ જીવંત કારતુસ, ત્રણ બુલેટ પ્રૂફ જેકેટ, બુલેટ પ્રૂફ હેલ્મેટ અને એક કાર વગેરે મળી આવ્યા છે.

(3:45 pm IST)